How to make Poha Methi Vada | પોહા અને મેથીના વડા બનાવવાની રીત | Poha Methi vada Recipe in gujarati
DipaliAmin
ક્રિસ્પી મેથીના વડા બનાવવા માટે તાજા મેથીના પાન,ચણાનો લોટ (બેસન) સાથે રેગ્યુલર મસાલા ઉમેરી
Prep Time 5 minutes mins
Cook Time 10 minutes mins
Total Time 15 minutes mins
Course Gujarati Recipes, Street Food
Cuisine Indian
મેથીના વડા માટે :
- ૧ કપ બારીક સમારેલી મેથી
- ૧/૨ કપ બારીક સમારેલી કોથમીર
- ૧ પોહા
- ૩-૪ લીલાં મરચાં
- ૧ ઈચ આદુનો ટુકડો
- ૪-૫ કળી લસણ
- ૧ ચમચી જીરું
- ૧ ચમચી આખા ધાણા
- ૨ ચમચી સફેદ તલ
- ૧ મધ્યમ સાઈઝની કાપેલી ડુંગળી
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ હળદર પાવડર
- ૧ લાલ મરચાંનો પાવડર
- ચપટી હિંગ
- ૧ ચમચી આમચૂર પાવડર
- ૧ ખાંડ
- ૧ ચમચી તેલ
- ૪ ચમચી ચણાનો લોટ
- તળવા માટે તેલ
દહીં – કોથમીરની ચટણી માટે :
- ૧/૨ કપ કોથમીરનાં પાન
- ૧ ઈચ આદુનો ટુકડો
- ૨-૩ કળી લસણ
- સ્વાદ મુજબ મીઠું
- ૧ ચાટ મસાલા પાવડર
- ૧/૨ કપ દહીં
પોહા અને મેથીના વડા બનાવવાની રીત :
૧. મેથીના વડા બનાવવા માટે સૌપ્રથમ એક મિક્ષ્ચર જારમાં કોથમીર, લીલાં મરચાં, આદુ અને લસણની કળી ઉમેરો. પાણી ઉમેર્યા વગર તેને અધકચરું પીસી લો.
૨. એક બાઉલમાં ૧ કપ પોહા ને પાણીમાં ૫ મિનીટ માટે પલાળી રાખો. ૫ મિનીટ બાદ પોહા માંથી પાણી નીચોવી મિક્સિંગ બાઉલમાં લો.
૩. પલાળેલા પોહાને મેશરની મદદથી મેશ કરો જેથી તે વડા સાથે સારી રીતે મિક્ષ થઈ જાય. હવે તેની સાથે મેથીના પાન, કોથમીરનાં પાન, ડુંગળીના ટુકડા, આપણેજે મસાલા ક્રશ કર્યા તે, મીઠું, પાવડર, હિંગ, સફેદ તલ, લાલ મરચાંનો પાવડર, આમચૂર પાવડર, ખાંડ ઉમેરો. બધીજ વસ્તુને સારી રીતે મિક્ષ કરો.
૪. હવે કણક બનાવવા માટે તેમાં ચણાનો લોટ ઉમેરો. કણક બની ગયા બાદ હાથ પર થોડું તેલ લગાવો અને પાતળા અને ચપટા વડા બનાવો.
૫. વડાને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરો, ગરમ તેલમાં વડા ઉમેરી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
૬. ગરમા ગરમ વડાને દહીં અને કોથમીરની ચટણી સાથે સર્વ કરો. દહીં – કોથમીરની ચટણી બનાવવા માટે એક મિક્ષ્ચર જારમાં કોથમીરના પાન, આદુ, લસણ, લીલાં મરચાં, મીઠી, ચાટ મસાલો, સંચળ પાવડર ઉમેરી પેસ્ટ બનાવો. હવે તેમાં દહીં ઉમેરો ફરી ક્રશ કરો, દહીં ચટણી તૈયાર છે તેને બાઉલમાં નીકાળી સર્વ કરો.
ટિપ્સ :
૧. પોહા વડાના મિશ્રણને સોફ્ટ બનાવે છે. પલાળેલા મ્મ્રને સારી રીતે મેશ કરો જેથી તે વડાના મિશ્રણ માં મિક્સ થઇ જાય.
૨. તમે પોહાની જગ્યાએ મમરાનો ઉપયોગ કરી શકો છો. કણક બનાવવા માટે ચણાના લોટ સાથે તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
૩. વડાને પાતળા બનાવો જેથી તે ક્રિસ્પી બને જાડા વડા અંદરથી કાચા રેહશે. વડાને મધ્યમ આંચ પર ફ્રાય કરો.
Keyword How to make Poha Methi Vada, Poha Methi vada Recipe in gujarati, પોહા અને મેથીના વડા બનાવવાની રીત