Go Back
Cabbage Muthiya banavani rit

કોબીજના મુઠીયા બનાવવાની રીત | Cabbage muthiya banavani rit | Cabbage Muthiya Recipe in gujarati

DipaliAmin
કોબીજ મુઠીયા એ કોબીજ અને મસાલામાંથી બનતો ગુજરાતીનાસ્તો છે. મુઠીયા બનાવવા ખુબજ સરળ છે અને તેને બનાવવા માટે જરૂરી સામગ્રી સાથેબેસન, સોજી, ઘઉંનો કરકરો લોટ અને
Prep Time 10 minutes
Cook Time 30 minutes
Total Time 40 minutes
Course Gujarati Recipes
Cuisine Indian
Servings 4 People

Ingredients
  

  • કપ બેસન
  • કપ ઘઉંનો કરકરો લોટ
  • મોટી ચમચી સોજી
  • કપ બારીક સમારેલ કોબીજ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ ચમચી હળદર પાવડર
  • ચમચી ધાણા જીરું અને ગરમ મસાલા પાવડર
  • ચમચી લાલ મરચાંનો પાવડર
  • મોટી ચમચી ખાટું દહીં
  • મોટી ચમચી સફેદ તલ
  • ચમચી તેલ
  • ચપટી હિંગ
  • ૧/૪ ચમચી ખાવાનો સોડા
  • જરૂર મુજબ પાણી
  • ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ

ટેમ્પરિંગ માટે :

  • મોટી ચમચી તેલ
  • ૧/૨ ચમચી રાઈ
  • મોટી ચમચી સફેદ તલ
  • ગાર્નીશ કરવા માટે કોથમીરના પાન

Video

Notes

કોબીજના મુઠીયા બનાવવાની રીત :
૧. સોપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં બેસન, સોજી અને ઘઉંનો કરકો લોટ લો.
૨. તેમાં બારીક સમારેલ કોબીજ ઉમેરો
૩. ૧ મોટી ચમચી લીલાં મરચાં, આદુ અને લસણ ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હળદર પાવડર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરું અને ગરમ મસાલા પાવડર ઉમેરો.
૪. સાથે તેમાં દહીં, તેલ, સફેદ તલ, હિંગ અને ખાવાનો સોડા ઉમેરો.
૫. જરૂર મુજબ પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો.
૬. સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં ૩ કપ પાણી ઉમેરી તેને ઉકળવા દો.
૭. સ્ટીમર તેલને તેલથી ગ્રીસ કરો.
૮. તમારા હાથમાં તેલ લગાવી કણકનો એક ભાગ તમારા હાથમાં લો અને તેને નળાકાર રોલમાં આકાર આપો.
૯. ગ્રીસ કરેણ ટ્રે માં તેને મૂકો.
૧૦. ટ્રે તેને સ્ટીમરમાં મૂકો અને ૧૫ – ૨૦ મિનીટ માટે સ્ટીમ કરો.
૧૧. તેને ૫ મિનીટ માટે ઠંડું કરો અને પછી ૧ ઇંચના અંતરે ટુકડા કરો.
ટેમ્પરિંગ માટે :
૧૨. એક પેનમાં તેલ ઉમેરો અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને સફેદ તલ ઉમેરો.
૧૩. તલ અને રાઈ ફૂટવા લાગે કે તેમાં કાપેલા મુઠીયા ઉમેરો અને હળવે હાથે મિક્સ લ્કારો જેથી તે તૂટી ના જાય.
૧૪. ૪- ૫  મિનીટ માટે અથવા જ્યાં સુધી ક્રિસ્પી અને બ્રાઉન ના થાય ત્યાં સુધી સાંતળો.
૧૫. ગેસ બંધ કરી કોથમીરના પાન થી ગાર્નીશ કરો.
ટિપ્સ :
૧. કોબીજના પાનમાં પાણી રહેલું હોવાથી સોજી અને ઘઉંનો કરકરો લોટ જરૂર ઉમેરો જેથી તે શક્ય એટલું પાણી શોષી લે અને મુથીયાને આકાર આપવામાં મદદ કરે.
૨. કણકને નરમ બનાવો અને જો તે સખત હોય તેમાં થોડું પાણી ઉમેરી તેને નરમ બનાવો.
 
Keyword Cabbage muthiya banavani rit, Cabbage Muthiya Recipe in gujarati, કોબીજના મુઠીયા બનાવવાની રીત