Kulhad pizza banavani rit | કુલ્હડ પીઝા બનાવવાની રીત | kulhad pizza recipe in gujarati
DipaliAmin
સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે ભારતીય સ્ટ્રીટ ફૂડ માં પુષ્કળ વેરાયટી મળે છે.અત્યારે ઈન્ટરનેટ પર મેંગો ડોલી ચાટ અને મેગી નુડલ્સ સાથે
Prep Time 5 minutes mins
Cook Time 10 minutes mins
Total Time 15 minutes mins
Course Street Food
Cuisine Indian
- ૫ નંગ –બ્રેડના ટુકડા
- ૧ મીડીયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી
- ૧ મીડીયમ સાઈઝનું બારીક સમારેલું કેપ્સીકમ
- ૧ મીડીયમ સાઈઝનું બારીક સમારેલુ ગાજર
- ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા
- ૫૦ ગ્રામ પનીરના ટુકડા
- ૨ ચમચી પીઝા સોસ
- ૨ ચમચી ચીઝ સોસ
- ૨ ચમચી ટોમેટો સોસ
- ૧ ચમચી મેયોનીઝ
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી કાળા મરીનો પાવડર
- ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
- ૧/૨ ચમચી ઓરેગાનો
- ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
- ૧૦૦ પીઝા ચીઝ
બીજી સામગ્રી :
- ૧ કપ મીઠું
- સ્ટીલનું સ્ટેન્ડ
કુલ્હડ પીઝા બનાવવાની રીત :
૧. સૌપ્રથમ એક બાઉલમાં ૧ મીડીયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
૨. ત્યારબાદ તેમાં ૧ મીડીયમ સાઈઝનું બારીક સમારેલું કેપ્સીકમ, ૧ મીડીયમ સાઈઝનું બારીક સમારેલુ ગાજર, ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા અને ૫૦ ગ્રામ પનીરના ટુકડા ઉમેરો.
૩. હવે તેમાં ૫ નંગ – બ્રેડના ટુકડા ઉમેરો.
૪. બધીજ વસ્તુને સારી રીતે મિઝ કરો.
૫. હવે તેમાં ૨ ચમચી પીઝા સોસ, ૧ ચમચી ચીઝ સોસ, ૧ ચમચી ટોમેટો સોસ ઉમેરો.
૬. વધુ સ્વાદ માટે મસાલા ઉમેરો જેમાં સ્વાદ મુજબ મીઠું, ૧/૨ ચમચી કાળા મરીનો પાવડર, ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ અને ૧/૨ ચમચી ઓરેગાનો ઉમેરો.
૭. હવે બધીજ વસ્તુને સારી રીતે મિઝ કરો.
૮. માટીનાં કુલ્હડ લો અને તેમાં આ મિશ્રણને સ્ટફડ કરો.
૯. એક લેયર કર્યા બાદ તેમાં પીઝા ચીઝનું લેયર કરો.
૧૦. ફરીથી ૨ ચમચી સ્ટફિંગ મૂકો.
૧૧. છેલ્લે ઉપરથી મોઝરેલા ચીઝનું લેયર કરો.
૧૨. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મકાઈના દાણા અને કેપ્સિકમના ટુકડા મૂકો.
૧૩. ઘરે કુલ્હડને બેક્ડ કરવા માટે એક કડાઈ લો અને તેમાં ૧ કપ મીઠું ઉમેરો સાથે સ્ટીલનું સ્ટેન્ડ મૂકો અને ઢાંકણ બંધ કરી ૫ મિનીટ માટે ગરમ કરો.
૧૪. હવે તૈયાર કરેલ કુલ્હડ પીઝાને ગરમ કડાઈમાં મૂકો અને ૭ – ૮ મિનીટ માટે ગરમ કરો અથવા ચીઝ ના પીગળે ત્યાં સુધી ધીમા તાપે બેક્ડ કરો.
૧૫. ૭ – ૮ મિનીટ બાદ તમે જોશો કે ચીઝ પીગળી ગયું છે, તો માટીનાં વાસણને બહાર નીકાળી ગરમાં ગરમ સર્વ કરો.
૧૬. માટીની મીઠી સુંગઘ સાથે આ દેશી સ્ટાઇલ પીઝા ખુબજ સરસ લાગે છે.
Keyword Kulhad pizza banavani rit, kulhad pizza recipe in gujarati, કુલ્હડ પીઝા બનાવવાની રીત