કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત | Kacchi Dhokliyu banavani rit | Kacchi Dhokliyu Recipe in Gujarati
DipaliAmin
કચ્છી ઢોકળીયુએ ચણાના લોટમાંથી બનતો નાસ્તો છે. આઢોકળીયાને આપણે હલાવવાની ઝંઝટ વગર ફટાફટ કુકરમાં બનાવીશું. ઢોકળીયાને સવારે કેસાંજે ગમે ત્યારે ખાઈ શકો છો.
Prep Time 5 minutes mins
Cook Time 10 minutes mins
Total Time 15 minutes mins
Course નાસ્તો
Cuisine gujarati, Indian
ઢોકળીયુ બાફવા બનાવવા માટે :
- ૧ કપ –ચણાનો લોટ
- ૧ કપ – ખાટું દહીં
- ૨ - ૩ લીલા મરચાના ટુકડા
- ૧ ઈંચ આદુનો ટુકડો
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ચપટી હિંગ
- ૧.૫ કપ પાણી
વઘાર માટે :
- ૨ ચમચી તેલ
- ૧ ચમચી રાઈ
- ૨ મોટી ચમચી સફેદ તલ
- ૧૦ – ૧૨ મીઠા લીમડાના પાન
- ૨ - ૩ નંગ લીલાં મરચાં
- ૨ મોટી ચમચી તાજા નારિયેળનું છીણ
- ફ્રેશકોથમીરના પાન
કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત :
૧. સૌપ્રથમ એક મિક્સર જારમાં ૧ કપ ચણાનો લોટ, ૧ કપ ખાટું દહીં, લીલા મરચા ના ટુકડા, આદુના ટુકડા, સ્વાદ મુજબ મીઠું, હળદર પાવડર, હિંગ અને પાણી ઉમેરી સારી રીતે ગ્રાઈન્ડ કરો.
૨. હવે તૈયાર કરેલ બેટરને એક બાઉલમાં નીકાળો અને પછી બાફવા માટે પ્રેશર કુકરમાં મુકો.
૩. પ્રેશર કુકરમાં ૨ પક પાણી ઉમેરી ગરમ કરો. અને પછી તપેલી કુકરમાં મૂકી ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર પાંચ વ્હીસલ કરો.
૪. પ્રેશર કુકર માંથી પ્રેશર રીલીઝ થાય એટલે ઢાંકણ ખોલી તપેલી બહાર નીકાળો અને ૧ મિનીટ માટે ચમચાની મદદથી ફેટી લો. જેથી તે સ્મુધ થઇ જાય અને તેમાં કોઈ ગાંઠા ના રહે.
૫. હવે બેટરને એક થાળીમાં પાથરતા પહેલા થાળીને તેલથી ગ્રીસ કરો અને પછી બેટરને થાળીમાં પાથરો.
૬. વાટકીની મદદથી ઉપરની બાજુ સ્મુધ કરો અને પછી ઠંડુ થવા દો.
૭. મિક્સર ઠંડુ થાય એટલે ચાકુની મદદથી નાના નાના ચોરસ ટુકડામાં કાપી લો.
૮. વઘાર કરવા માટે એક પેનમાં તેલ, રાઈ, સફેદ તલ, લીમડાના પાન અને લીલા મરચાના ટુકડા ઉમેરો.
૯. વઘાર સારી રીતે થઇ જાય એટલે તેમાં ટુકડા કરેલ ઢોકળીયા ના ટુકડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
૧૦. ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી તાજા નારિયેળ નું છીણ અને કોથમીરના પાન ભભરાવો.
૧૧. ગરમા ગરમ ઢોકળીયા ને લસણની ચટણી સાથે સર્વ કરો.
Keyword Kacchi Dhokliyu banavani rit, Kacchi Dhokliyu Recipe in Gujarati, કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત