ઢાબા સ્ટાઈલ મકાઈનું શાક બનાવવાની રીત । makai nu shaak banavani rit recipe in gujarati | Corn masala sabzi
DipaliAmin
મસાલા કોર્ન સબઝી એ મકાઈના દાણાની સ્વાદિષ્ટ પંજાબી કરીછે. જે ડુંગળી અને ટામેટાની ગ્રેવી સાથે ક્રીમી બનાવવામાં આવે છે. તે સ્વાદિષ્ટ અનેહળવી મસાલેદાર ભારતીય કરી છે જે ઘરે બનાવવી સરળ છે.
Prep Time 5 minutes mins
Cook Time 30 minutes mins
Total Time 34 minutes mins
Course Curry
Cuisine Indian
મસાલા કોર્ન સબ્જી માટે :
- ૧ કપ બાફેલા મકાઈના દાણા
- 3 ચમચી તેલ
- ૧ ચમચી માખણ
- ૧/૨ ચમચી જીરું
- ૧ મોટી ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ
- ૨ મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૨ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર
- ૧ ચમચી ધાણાજીરું અને ગરમ મસાલા પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- ૨ - ૩ સમારેલા ટામેટાં
- ૧/૨ કપ ટામેટાંની પ્યુરી
- ૧ કપ પાણી
- ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર
- ૧/૨ ચમચી કસૂરી મેથી
- ૧/૪ કપ સમારેલી કોથમીર
મસાલા કોર્ન સબ્જી બનાવવા માટે :
૧. સૌપ્રથમ એક પેનમાં પાણી, મકાઈના દાણા, મીઠું, હળદર પાવડર અને ખાંડ ઉમેરો. મકાઈના દાણાને ૩ મિનિટ માટે ઉકાળો.
૨. ૩ મિનિટ પછી મકાઈના દાણાને ચાળી લો.
૩. હવે એક પેનમાં ૩ મોટી ચમચી તેલ અને ૧ ચમચી બટર ઉમેરો. તેલ ગરમ થાય એટલે, તેમાં જીરૂં, ૧ ચમચી લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ ઉમેરો.
૪. પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
૫. હવે તેમાં ૧/૨ ચમચી હળદર પાવડર, ૨ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર, ૧ ચમચી ધાણા જીરૂ અને ગરમ મસાલા પાવડર અને સ્વાદમુજબ મીઠું ઉમેરી મસાલો સુગંધિત ન થાય ત્યાં સુધી સાંતળો.
૬. પછી તેમાં સમારેલા ટામેટાં અને ટામેટાંની ગ્રેવી ઉમેરો. ટામેટાંને ઢાંકણ ઢાંકીને પકાવો જ્યાં સુધી તે નરમ ન બને અને તેલથી અલગ ન થાય.
૭. હવે એક મિકસર જારમાં પલાળેલા કાજુ અને મગજતરીના બીજ, દૂધ અને મલાઈ ઉમેરો. સ્મૂધ પેસ્ટમાં પીસી લો. કાજુની પેસ્ટ તૈયાર છે.
૮. ટામેટાંની ગ્રેવીમાં કાજુની પેસ્ટ ઉમેરો અને તેલ અલગ ન થાય ત્યાં સુધી પકાવો.
૯. ૧ કપ પાણી ઉમેરી ગ્રેવી ને પાતળી કરો. પછી બાફેલી મકાઈના દાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ૫ – ૭ મિનિટ માટે પકાવો.
૧૦. છેલ્લે, ગરમ મસાલો અને કસૂરી મેથી અને સમારેલી કોથમીર ઉમેરો. સારી રીતે મિકસ કરો.
૧૧. હવે સર્વ કરતા પહેલા પનીર અથવા ચીઝ થી ગાર્નિશ કરો અને રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરો.
Keyword Corn masala sabzi, makai nu shaak banavani rit recipe in gujarati, ઢાબા સ્ટાઈલ મકાઈનું શાક બનાવવાની રીત