Kulhad pizza banavani rit, સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે ભારતીય સ્ટ્રીટ ફૂડ માં પુષ્કળ વેરાયટી મળે છે. અત્યારે ઈન્ટરનેટ પર મેંગો ડોલી ચાટ અને મેગી નુડલ્સ સાથે મિલ્કશેક ના વિડીયો વાયરલ થયા છે. અને હવે સુરતમાં પીઝાની નવી રચના કુલ્હડ પીઝા રેસીપી ફેમસ થઈ છે. આપણે ક્લાસિક પીઝા સાથે બનાવવામાં આવતી વિવિધ રેસીપી જોઈ છે. પણ આ ઇટાલિયન પીઝાને દેશી ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે.
તમે કુલહડ ચાનો સ્વાદ માંણ્યો હશે, પણ તમે ક્યારેય કુલ્હડ પીઝાનો સ્વાદ માણ્યો છે ? હવે આપણા આ પીઝા દેશી માટીનાં વાસણમાં બનાવવામાં આવે છે અને તે ખુબજ ટેસ્ટી છે. મેં અહિયાં કુલ્હડ પીઝાને રેગ્યુલર સામગ્રી સાથે આપણી નોર્મલ કડાઈમાં બનાવ્યા છે. જે બનાવવા સરળ છે અને ફ્કત ૧૦જ મીનીટમાં બની જાય છે.
Kulhad pizza banavani rit | કુલ્હડ પીઝા બનાવવાની રીત | kulhad pizza recipe in gujarati
કુલ્હડ પીઝા બનાવવાની રીત : કુલ્હડ પીઝા બનાવવા માટે અલગ અલગ શાકભાજી સાથે, ચટણીઓ, પીઝા સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ સાથે બ્રેડના ટુકડા અને મિક્ષ કરી માટીનાં વાસણમાં ભરવામાં આવે છે. ત્યારબાદ કુલ્હડને નાની ભઠ્ઠીમાં, ઓવનમાં કે ઘરે કડાઈમાં બેક્ડ કરવામાં આવે છે. ઉપર મુકવામાં આવેલ મોઝરેલા ચીઝ મેલ્ટ થયા બાદ અલગજ સ્વાદ બનાવે છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો બધાને ખુબજ ભાવશે.
કુલ્હડ પીઝા બનાવવાની રીત :

Kulhad pizza banavani rit | કુલ્હડ પીઝા બનાવવાની રીત | kulhad pizza recipe in gujarati
Equipment
- ૨ નંગ માટીનાં કુલ્હડ
Ingredients
- ૫ નંગ –બ્રેડના ટુકડા
- ૧ મીડીયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી
- ૧ મીડીયમ સાઈઝનું બારીક સમારેલું કેપ્સીકમ
- ૧ મીડીયમ સાઈઝનું બારીક સમારેલુ ગાજર
- ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા
- ૫૦ ગ્રામ પનીરના ટુકડા
- ૨ ચમચી પીઝા સોસ
- ૨ ચમચી ચીઝ સોસ
- ૨ ચમચી ટોમેટો સોસ
- ૧ ચમચી મેયોનીઝ
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી કાળા મરીનો પાવડર
- ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
- ૧/૨ ચમચી ઓરેગાનો
- ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
- ૧૦૦ પીઝા ચીઝ
બીજી સામગ્રી :
- ૧ કપ મીઠું
- સ્ટીલનું સ્ટેન્ડ
Video
Notes
Other Recipe Video Link :
Pav bhaji banavani rit | પાઉભાજી બનાવવાની રીત । Pav bhaji recipe in gujarati
Kothimbir Vadi Recipe | How to make Kothimbir Vadi | કોથમીર વડી બનાવવાની રીત