Kachhi Dhokliyu banavani rit, કચ્છી ઢોકળીયુએ ચણાના લોટમાંથી બનતો નાસ્તો છે. આ ઢોકળીયાને આપણે હલાવવાની ઝંઝટ વગર ફટાફટ કુકરમાં બનાવીશું. ઢોકળીયાને સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકો છો. આ ગરમા ગરમ નાસ્તો ખુબજ ટેસ્ટી બને છે અને તેની સાથે લસણની સુકી ચટણી હોય તો ખાવાની ખુબજ મજા આવે છે.
કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત | Kacchi Dhokliyu banavani rit | Kacchi Dhokliyu Recipe in Gujarati
કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત : મેં અહિયાં ઢોકળીયુ બનાવવા માટે વાટકીનું માપ લીધું છે પણ તમે કપનું માપ પણ લઇ શકો છો. તેની સાથે જે વાટકીના માપથી ચણાનો લોટ લીધો તે જ વાટકીના માપથી દહીં લીધું છે. જો તમે દહીંના બદલે છાશનો ઉપયોગ કરતા હોય તો ૨.૫ વાટકી માપ લેવું. તેની સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર પાવડર, હિંગ અને ૧.૫ કપ પાણી ઉમેરો, અને હવે બધીજ વસ્તુને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો.
ઢોકળીયુ બાફવા માટે પ્રેશર કુકરમાં ૨ કપ પાણી ઉમેરી ગરમ કરો અને પછી બેટર વાળી તપેલી કુકરમાં મૂકી ઢાંકણ બંધ કરી હૈ ગેસની ફ્લેમ પર ૫ – વ્હીસલ કરો. હવે ઢોકળીયાને ૧ મિનીટ માટે ફેટી લો અને પછી તેલથી ગ્રીસ કરેલ થાળીમાં પાથરો. ઠંડુ થાય એટલે તેના નાના ટુકડા કરો, આ ઢોકળીયાને તમે લસણની સુકી ચટણીની અને તેલ સાથે ખાય શકો છો પણ મેં અહિયાં વધાર બનાવ્યો છે જેનાથી તેનો ટેસ્ટ વધી જશે.
કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત :

કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત | Kacchi Dhokliyu banavani rit | Kacchi Dhokliyu Recipe in Gujarati
Ingredients
ઢોકળીયુ બાફવા બનાવવા માટે :
- ૧ કપ –ચણાનો લોટ
- ૧ કપ – ખાટું દહીં
- ૨ – ૩ લીલા મરચાના ટુકડા
- ૧ ઈંચ આદુનો ટુકડો
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ચપટી હિંગ
- ૧.૫ કપ પાણી
વઘાર માટે :
- ૨ ચમચી તેલ
- ૧ ચમચી રાઈ
- ૨ મોટી ચમચી સફેદ તલ
- ૧૦ – ૧૨ મીઠા લીમડાના પાન
- ૨ – ૩ નંગ લીલાં મરચાં
- ૨ મોટી ચમચી તાજા નારિયેળનું છીણ
- ફ્રેશકોથમીરના પાન
Video
Notes
Other Recipe Video Link :
ઢાબા સ્ટાઈલ મકાઈનું શાક બનાવવાની રીત । makai nu shaak banavani rit recipe in gujarati