Kathiyawadi Village Style Baingan ka bharta banavani rit, રીંગણનો ઓરો (બૈગન કા ભરતા) એક ભારતીય લોકપ્રિય સબ્જી છે, જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આને બનાવવું ધણું સરળ છે એટલે તમે તેને લંચ કે ડીનરમાં બનાવીને ખાઈ શકો છો. તમારામાંથી ધણા લોકો એવા પણ હશે કે જેમને રીંગણ નથી ભાવતા હોતા પણ તે લોકો પણ આ રીંગણના ઓરાને પ્રેમથી ખાય છે. તો હું આજે તમને રીંગણના ઓરો બનાવવાની રીત બતાવીશ. સામાન્ય રીતે રીંગણને ગેસ કે ચુલા પર શેકીને બનાવવામાં આવે છે, પણ આજે હું તમને અલગ રીતે રીંગણનો ઓરો બનાવતા શીખવીશ.
Kathiyawadi Village Style Baingan ka bharta banavani rit | રીંગણનો ઓરો બનાવવાની રીત | Baingan ka bharta recipe in gujarati
રીંગણનો ઓરો બનાવવાની રીત : રીંગણનો ઓરો બનાવવા માટે મેં અહિયાં રીંગણને મોટા ટુકડામાં કાપી તેને તેલમાં ફ્રાય કરી લીધું છે, તેમ કરવાથી પણ રીંગણના ઓરાનો સ્વાદ બદલાતો નથી. રીંગણ સોફ્ટ થઈ જાય એટલે તેને મેશ કરી તેને માટીનાં વાસણમાં બનાવવામાં આવે તો તેનો સ્વાદ ૧૦૦ ગણો વધી જાય છે. કેમકે માટીની સુંગધ તેમાં ભળી જાય છે. ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટાં અને મસાલા ઉમેરી મેશ રીંગણને ઉમેરી સારી રીતે થવા દેવામાં આવે છે. રીંગણના ઓરાને આમતો રોટીની સાથે પીરસવામાં આવે છે, પણ તે ભાખરી સાથે કે પરાઠા સાથે વધુ સારું લાગે છે. તેની સાથે મેં અહિયાં સલાડ, છાશ, ગોળ, ધી અને ચોકલેટ બરફી પણ મૂકી છે. તો તમે પણ આ સ્વાદિષ્ટ રેસીપી ને જરૂર બનાવજો.
રીંગણનો ઓરો બનાવવાની રીત :

Kathiyawadi Village Style Baingan ka bharta banavani rit | રીંગણનો ઓરો બનાવવાની રીત | Baingan ka bharta recipe in gujarati
Ingredients
- ૨૫૦ ગ્રામ રીંગણ
- ૩ મોટા ચમચા તેલ
- ૧/૨ ચમચી જીરું
- ચપટી હિંગ
- ૨ આખા સૂકા લાલ મરચાં (પલાળેલા)
- ૧ ઈંચ તજનો ટુકડો
- ૧ ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ
- ૧ મીડીયમ કદની બારીક સમારેલી ડુંગળી
- ૧ મીડીયમ કદનું બારીક સમારેલ ટામેટું
- સ્વાદ મુજબ મીઠું
- ૧ ચમચી ધાણાજીરું અને ગરમ મસાલા પાવડર
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૧ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૧/૨ કપ પાણી
- લીલાંધાણા બારીક સમારેલા
- ૨ ચમચીગરમ ધી સાથે થોડું લાલ મરચું ઉમેરેલું (સર્વ કર્યા બાદ ઉપરથી રેડવા માટે )
Video
Notes
Other Recipe Video Link :
Biscuit Bhakri | Gujarati Style Biscuit Bhakri | KathiyawadiBhakri Recipe | બિસ્કિટ ભાખરી