મૂંગલેટ પરાઠા બનાવવાની રીત । Moonglet paratha banavani rit

0
56
Moonglet paratha banavani rit
Moonglet Paratha

Moonglet paratha banavani rit, મગ એ પ્રોટીન અને ફાઈબર નો સ્ત્રોત છે. તેમાં ખુબજ પોષકતત્વો રહેલાં છે. અને તે આરોગ્યની દ્રષ્ટિ સારા છે.
મોગલાઈ પરાઠા બંગાળના ભોજનની લોકપ્રિય વાનગી છે. તમને ગમતા શાકભાજી સાથે સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. તમારા રસોડા મળતી સામગ્રીમાંથી જ આ પરાઠા સરળ રીતે બની જાય છે. સામાન્ય રીતે મોગલાઈ પરાઠા મેંદાનાં લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે, પણ મેં અહિયાં ધઉંનાં લોટનો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે જે હેલ્થી છે. પીળી મગની દાળ સાથે મસાલા ઉમેરી આ પરાઠા બનાવવામાં આવે છે. તો ચાલો બનાવીએ, Moonglet paratha banavani rit, મૂંગલેટ પરાઠા બનાવવાની રીત, moonglet paratha recipe in gujarati.

મૂંગલેટ પરાઠા બનાવવાની રીત । Moonglet paratha banavani rit

મૂંગલેટ પરાઠા બનાવવાની રીત : પેહલાં ૧ કપ પીળી મગની દાળને ૨ થી ૩ કલાક માટે પલાળી રાખો અને ત્યારબાદ કુકરમાં થોડું મીઠું અને હળદર ઉમેરી બાફી લો. હવે મોટા વાસણમાં બાફેલી પીળી મગની દાળ, સમારેલી ડુંગળી, કેપ્સીકમ, કોથમીર, મીઠું, લાલ મરચાંનોપાવડર,હિંગ, હળદર પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલા પાવડર, ૧ ચમચી લીલાં મરચાં,૧/૨ ચમચી ચાટ મસાલો, ૨ ચમચી લીલું લસણ બારીક સમારેલ અને ૧ ચમચી ઘી ઉમેરી બરાબર મિક્ષ કરો.

હવે તેમાં જરૂર મુજબ ધઉંનો લોટ ઉમેરી તેની સારી રીતે કણક બનાવી લો. પાણી ઉમેરવાની જરૂર પડતી નથી. લોટને ઢાંકીને ૧૫ મિનીટ માટે મૂકી દો.
૧૫ મિનીટ પછી લોટને ફરી ૧ મિનીટ માટે મસળી લો. તેમાંથી એકસરખાં ગોળાકાર ગોળા બનાવી લો. એક પ્લેટમાં ૧/૨ કપ ઘંઉનો લોટ લો. એક લુઆને સુકા લોટમાં લપેટી પાટલી પર વણી લો. પરાઠાને ૩ – ૪ ઈચ જેટલો વણી લો.તવાને ગેસ પર મૂકી મધ્યમ આંચ પર ગરમ કરો અને મૂંગલેટ પરાઠાને તેનાં પર મૂકી શેકી લો. એકબાજુ શેકી જાય એટલે પલટી લો. હવે બંને બાજુ થોડું થોડું ઘી લગાવી ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી શેકી લો. આજ રીતે બાકીનાં પરાઠા પણ બનાવી લો. બનેલ પરાઠાને પ્લેટમાં નીકળો. દહીં સાથે સર્વ કરો.

મૂંગલેટ પરાઠા બનાવવાની રીત :

Moonglet paratha banavani rit

મૂંગલેટ પરાઠા બનાવવાની રીત । Moonglet paratha banavani rit | Moonglet Paratha Recipe in Gujarati

DipaliAmin
મગ એ પ્રોટીન અને ફાઈબર નો સ્ત્રોત છે. તેમાં ખુબજ પોષકતત્વો રહેલાં છે. અને તે આરોગ્યની દ્રષ્ટિ સારા છે.મોગલાઈ પરાઠા બંગાળના ભોજનની લોકપ્રિય વાનગી છે.
Prep Time 15 minutes
Cook Time 15 minutes
Total Time 30 minutes
Course નાસ્તો
Cuisine Indian
Servings 4 People

Ingredients
  

  • ૧ + ૧/૨ કપ ધઉંનો લોટ
  • ૨૦૦ ગ્રામ પીળી મગની દાળ (૩ ક્લાક પલાળેલી)•
  • ચમચી લાલ મરચાંનો પાવડર
  • ચમચી ધાણા જીરું અને ગરમ મસાલા પાવડર
  • ચમચી લીલાંમરચાં બારીક સમારેલ
  • ચમચી ઘી
  • ૧/૨ ચમચી હળદર પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટી હિંગ
  • ૧/૨ કપ સમારેલી કોથમીર
  • મધ્યમ સાઈઝની ડુંગળી (સમારેલી)
  • મધ્યમ સાઈઝનું કેપ્સિકમ (સમારેલ)
  • ૧/૨ ચમચી ચાટ મસાલા પાવડર

Video

Notes

મૂંગલેટ પરાઠા બનાવવાની રીત :
૧. પેહલાં ૧ કપ પીળી મગની દાળને ૨ થી ૩ કલાક માટે પલાળી રાખો અને ત્યારબાદ કુકરમાં થોડું મીઠું અને હળદર ઉમેરી બાફી લો.
૨. હવે મોટા વાસણમાં બાફેલી પીળી મગની દાળ, સમારેલી ડુંગળી, કેપ્સીકમ, કોથમીર, મીઠું, લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલા પાવડર, હિંગ, ૧ ચમચી લીલાં મરચાં,૧/૨ ચમચી ચાટ મસાલા પાવડર, ૨ ચમચી લીલું લસણ બારીક સમારેલ અને ૧ ચમચી ઘી ઉમેરી બરાબર મિક્ષ કરો.
૩. હવે તેમાં જરૂર મુજબ ધઉંનો લોટ ઉમેરી તેની સારી રીતે કણક બનાવી લો. પાણી ઉમેરવાની જરૂર પડતી નથી. લોટને ઢાંકીને ૧૫ મિનીટ માટે મૂકી દો.
૪. ૧૫ મિનીટ પછી લોટને ફરી ૧ મિનીટ માટે મસળી લો. તેમાંથી એકસરખાં ગોળાકાર ગોળા બનાવી લો.
૫. એક પ્લેટમાં ૧/૨ કપ ઘંઉનો લોટ લો. એક લુઆને સુકા લોટમાં લપેટી પાટલી પર વણી લો. પરાઠાને ૩ – ૪ ઈચ જેટલો વણી લો.
૬. તવાને ગેસ પર મૂકી મધ્યમ આંચ પર ગરમ કરો અને મૂંગલેટ પરાઠાને તેનાં પર મૂકી શેકી લો. એકબાજુ શેકી જાય એટલે પલટી લો. હવે બંને બાજુ થોડું થોડું ઘી લગાવી ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી શેકી લો. આજ રીતે બાકીનાં પરાઠા પણ બનાવી લો.
૭. બનેલ પરાઠાને પ્લેટમાં નીકળો. દહીં સાથે સર્વ કરો.
Keyword Moonglet paratha banavani rit, moonglet paratha recipe in gujarati, મૂંગલેટ પરાઠા બનાવવાની રીત

ORther Recipe Video Link :

ચીકુ મિલ્કશેક બનાવવાની રીત । Chikoo Milkshake banavani rit

ચીઝ પનીર પરાઠા બનાવવાની રીત । Cheese Paneer Paratha banavani rit

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here