Cabbage Muthiya banavani rit, કોબીજ મુઠીયા એ કોબીજ અને મસાલામાંથી બનતો ગુજરાતી નાસ્તો છે. મુઠીયા બનાવવા ખુબજ સરળ છે અને તેને બનાવવા માટે જરૂરી સામગ્રી સાથે બેસન, સોજી, ઘઉંનો કરકરો લોટ અને નિયમિત મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. જયારે આ તમામ ઘટકોને યોગ્ય પ્રમાણમાં જોડવામાં આવે છે,ત્યારે તે નરમ સ્વાદિષ્ટ ગુજરાતી કોબીજ મુથીયામાં પરિણમે છે. તેની પાસે ઉત્તમ સેલ્ફ લાઈફ છે તેથી તમે તેને બનાવી શકો છો અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને તેનો ઉપયોગ સાઈડ ડીશ અથવા નાસ્તા તરીકે પણ કરી શકો છો.
કોબીજના મુઠીયા બનાવવાની રીત | Cabbage muthiya banavani rit | Cabbage Muthiya Recipe in gujarati
કોબીજના મુઠીયા બનાવવાની રીત : એક મિક્સિંગ બાઉલમાં બેસન, સોજી અને ઘઉંનો કરકરો લોટ સાથે મસાલા ઉમેરવામાં આવે છે. તીખાશ માટે લીલાં મરચાં, આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરવામાં આવે છે અને તમે તમારા સ્વાદ મુજબ તેને વધુ કે ઓછી ઉમેરી શકો છો. સાથે તેમાં મસાલામાં મીઠું, લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલા પાવડર સાથે દહીં અને મુથીયાને સોફ્ટ બનાવવા માટે તેલ અને ખાવાનો સોડા ઉમેરવામાં આવે છે. મુઠીયામાં થોડું થોડું પાણી ઉમેરી તેનો સોફ્ટ લોટ બનાવવામાં આવે છે. મુઠીયાને સ્ટીમરમાં ૧૫ – ૨૦ મિનીટ માટે મીડીયમ ગેસ ની ફ્લેમ પર સ્ટીમ કરવામાં આવે છે. વઘાર કરવા માટે એક પેનમાં થોડું તેલ સાથે રાઈ અને સફેદ તલ ઉમેરી તેમાં કટ કરેલ મુઠીયાના પીસ ઉમેરવામાં આવે છે. ૪ – ૫ મિનીટ બાદ એકદમ ક્રિસ્પી મુઠીયા બનીને તૈયાર છે જેને તમે તમારી મનગમતી ચટણી સાથે પીરસી શકો છો.
કોબીજના મુઠીયા બનાવવાની રીત :

કોબીજના મુઠીયા બનાવવાની રીત | Cabbage muthiya banavani rit | Cabbage Muthiya Recipe in gujarati
Ingredients
- ૨ કપ બેસન
- ૧ કપ ઘઉંનો કરકરો લોટ
- ૧ મોટી ચમચી સોજી
- ૧ કપ બારીક સમારેલ કોબીજ
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૧ ચમચી ધાણા જીરું અને ગરમ મસાલા પાવડર
- ૧ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૧ મોટી ચમચી ખાટું દહીં
- ૨ મોટી ચમચી સફેદ તલ
- ૧ ચમચી તેલ
- ચપટી હિંગ
- ૧/૪ ચમચી ખાવાનો સોડા
- જરૂર મુજબ પાણી
- ૧ ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ
ટેમ્પરિંગ માટે :
- ૩ મોટી ચમચી તેલ
- ૧/૨ ચમચી રાઈ
- ૨ મોટી ચમચી સફેદ તલ
- ગાર્નીશ કરવા માટે કોથમીરના પાન
Video
Notes
Other Recipe Video Link :
Kothimbir Vadi Recipe | How to make Kothimbir Vadi | કોથમીર વડી બનાવવાની રીત
Shakarpara banavani rit | શક્કરપારા બનાવવાની રીત । Shakarpara recipe in gujarati