How to make Poha Methi Vada | પોહા અને મેથીના વડા બનાવવાની રીત | Poha Methi vada Recipe in gujarati

0
67
How to make poha methi vada
How to make poha methi vada

How to make Poha Methi Vada, ક્રિસ્પી મેથીના વડા બનાવવા માટે તાજા મેથીના પાન, ચણાનો લોટ (બેસન) સાથે રેગ્યુલર મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. મેથીના વડા બનાવવા સરળ છે. આ ક્રિસ્પી અને મસાલેદાર મેથીના વડા મોં મા પીગળી જાય છે. સાથે મેં અહિયાં દહીં અને કોથમીર ની ચટાકેદાર અને થોડી સ્પાઈસી ચટણી બનાવી છે જે વડા સાથે ટેસ્ટી લાગે છે. શિયાળા અને વરસાદની સિઝનમાં ગરમ ચા સાથે સરસ લાગે છે. મેહમાન ઘરે આવે ત્યારે પણ તેમને તમે આ વડા બનાવી ને સર્વ કરી શકો છો. જરૂર ટ્રાય કરજો.

How to make Poha Methi Vada | પોહા અને મેથીના વડા બનાવવાની રીત | Poha Methi vada Recipe in gujarati

પોહા અને મેથીના વડા બનાવવાની રીત : સૌપ્રથમ તાજા મેથીના પણ લો તેને બરાબર સાફ કરી લો. મેં અહિયાં મેથી સાથે કોથમીરના પણ ઉમેરીયા છે. વડાને સોફ્ટ બનાવવા માટે મેં પલાળેલા મુરમુરા ઉમેરીયા છે. તમે ચાહો તો પોહા ઉમેરી શકો છો. વડા ના બેટરમાં મસાલા ઉમેરો. વડાનું બેટર કણક હોવું જોઈએ. જો કણકમાં જરૂર હોય તો જ પાણી ઉમેરો, કેમકે મેથીના પાન અને કોથમીરનાં પાનમાં ભેજ રહેલ હોય છે. છેલ્લે વડાને તેલમાં મધ્યમ આંચ પર ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.

પોહા અને મેથીના વડા બનાવવાની રીત :

How to make poha methi vada

How to make Poha Methi Vada | પોહા અને મેથીના વડા બનાવવાની રીત | Poha Methi vada Recipe in gujarati

DipaliAmin
ક્રિસ્પી મેથીના વડા બનાવવા માટે તાજા મેથીના પાન,ચણાનો લોટ (બેસન) સાથે રેગ્યુલર મસાલા ઉમેરી
Prep Time 5 minutes
Cook Time 10 minutes
Total Time 15 minutes
Course Gujarati Recipes, Street Food
Cuisine Indian
Servings 4 People

Ingredients
  

મેથીના વડા માટે :

  • કપ બારીક સમારેલી મેથી
  • ૧/૨ કપ બારીક સમારેલી કોથમીર
  • પોહા
  • ૩-૪ લીલાં મરચાં
  • ઈચ આદુનો ટુકડો
  • ૪-૫ કળી લસણ
  • ચમચી જીરું
  • ચમચી આખા ધાણા
  • ચમચી સફેદ તલ
  • મધ્યમ સાઈઝની કાપેલી ડુંગળી
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ હળદર પાવડર
  • લાલ મરચાંનો પાવડર
  • ચપટી હિંગ
  • ચમચી આમચૂર પાવડર
  • ખાંડ
  • ચમચી તેલ
  • ચમચી ચણાનો લોટ
  • તળવા માટે તેલ

દહીં – કોથમીરની ચટણી માટે :

  • ૧/૨ કપ કોથમીરનાં પાન
  • ઈચ આદુનો ટુકડો
  • ૨-૩  કળી લસણ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચાટ મસાલા પાવડર
  • ૧/૨ કપ દહીં

Video

Notes

પોહા અને મેથીના વડા બનાવવાની રીત :
૧. મેથીના વડા બનાવવા માટે સૌપ્રથમ એક મિક્ષ્ચર જારમાં કોથમીર, લીલાં મરચાં, આદુ અને લસણની કળી ઉમેરો. પાણી ઉમેર્યા વગર તેને અધકચરું પીસી લો.
૨. એક બાઉલમાં ૧ કપ પોહા ને પાણીમાં ૫ મિનીટ માટે પલાળી રાખો. ૫ મિનીટ બાદ પોહા માંથી પાણી નીચોવી મિક્સિંગ બાઉલમાં લો.
૩. પલાળેલા પોહાને મેશરની મદદથી મેશ કરો જેથી તે વડા સાથે સારી રીતે મિક્ષ થઈ જાય. હવે તેની સાથે મેથીના પાન, કોથમીરનાં પાન, ડુંગળીના ટુકડા, આપણેજે મસાલા ક્રશ કર્યા તે, મીઠું, પાવડર, હિંગ, સફેદ તલ, લાલ મરચાંનો પાવડર, આમચૂર પાવડર, ખાંડ ઉમેરો. બધીજ વસ્તુને સારી રીતે મિક્ષ કરો.
૪. હવે કણક બનાવવા માટે તેમાં ચણાનો લોટ ઉમેરો. કણક બની ગયા બાદ હાથ પર થોડું તેલ લગાવો અને પાતળા અને ચપટા વડા બનાવો.
૫. વડાને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરો, ગરમ તેલમાં વડા ઉમેરી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
૬. ગરમા ગરમ વડાને દહીં અને કોથમીરની ચટણી સાથે સર્વ કરો. દહીં – કોથમીરની ચટણી બનાવવા માટે એક મિક્ષ્ચર જારમાં કોથમીરના પાન, આદુ, લસણ, લીલાં મરચાં, મીઠી, ચાટ મસાલો, સંચળ પાવડર ઉમેરી પેસ્ટ બનાવો. હવે તેમાં દહીં ઉમેરો ફરી ક્રશ કરો, દહીં ચટણી તૈયાર છે તેને બાઉલમાં નીકાળી સર્વ કરો.
ટિપ્સ :
૧. પોહા વડાના મિશ્રણને સોફ્ટ બનાવે છે. પલાળેલા મ્મ્રને સારી રીતે મેશ કરો જેથી તે વડાના મિશ્રણ માં મિક્સ થઇ જાય.
૨. તમે પોહાની જગ્યાએ મમરાનો ઉપયોગ કરી શકો છો. કણક બનાવવા માટે ચણાના લોટ સાથે તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
૩. વડાને પાતળા બનાવો જેથી તે ક્રિસ્પી બને જાડા વડા અંદરથી કાચા રેહશે. વડાને મધ્યમ આંચ પર ફ્રાય કરો.
Keyword How to make Poha Methi Vada, Poha Methi vada Recipe in gujarati, પોહા અને મેથીના વડા બનાવવાની રીત

Other Recipe Video Link :

Healthy Lasooni Palak Khichdi banavani rit | લસૂની પાલક ખીચડી બનાવવાની રીત | palak khichdi recipe in gujarati

How to make Bhakarwadi | ફરસાણવાળાની દુકાન જેવી ક્રિસ્પી અને સોફ્ટ ભાખરવડી બનાવવાની રીત | Bhakarwadi recipe in gujarati

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here