Classic Indian Chai no masalo banavani rit | ફક્ત ૫ મીનીટમાં પરફેક્ટ માપ સાથે ચાનો મસાલો બનાવવાની રીત | Chai ka masala recipe in gujarati

0
45
Classic Indian Chai no masalo banavani rit
Classic Indian Chai no masalo banavani rit

Classic Indian Chai no masalo banavani rit, ચા માં થોડો ચા નો મસાલો ઉમેરવાથી તે વઘુ સરસ બને છે. ખાસ કરીને શિયાળા ની ઠંડીમાં અને વરસાદની સિઝનમાં તે વધુ સરસ લાગે છે. સાચા અર્થમાં એક પરફેક્ટ ચા માટે તેમાં ઉમેરવામાં આવતો ચા નો મસાલો છે અને હું અહીંયા તમને ચાનો મસાલો બનાવવાની રીત બતાવીશ. તમે આ જ રીતે પરફેક્ટ માપ સાથે ચા નો મસાલો જરૂર બનાવજો.

Classic Indian Chai no masalo banavani rit | ફક્ત ૫ મીનીટમાં પરફેક્ટ માપ સાથે ચાનો મસાલો બનાવવાની રીત | Chai ka masala recipe in gujarati

ચાનો મસાલો બનાવવાની રીત : મેં અહિયાં ચા માં મસાલાનું પરફેક્ટ માપ લેવા માટે વજનકાંટો લીધો છે અને તેમાં પરફેક્ટ માપ સાથે ચા નો મસાલો બનાવ્યો છે. મેં અહિયાં સુંઠના પીસ લીધા છે પણ જો તમારી પાસે સુંઠના પીસ ના હોય તો તમે સુંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સાથેજ મેં અહિયાં કાળા મરી, લવિંગ, નાની એલચી, જાયફળ, તજના ટુકડાને ૨ મિનીટ માટે અને તુલસીપાન અને ફુદીના પાનને પણ ડ્રાય રોસ્ટ કરી લીધા છે, જેથી તેમાં મોઈશ્ચર હોય તો તે ના રહે અને આપણો લાંબા સમય સુધી સારો રહે. સુંઠ અને શેકેલા મસાલાને મિક્ષ્ચર ગ્રાઈન્ડર માં સારી રીતે ક્રશ કરી તેને એર ટાઈટ બરણીમાં ભરીને ૫ – ૬ મહિના માટે સ્ટોર કરી શકો છો.

ફક્ત ૫ મીનીટમાં પરફેક્ટ માપ સાથે ચાનો મસાલો બનાવવાની રીત :

Classic Indian Chai no masalo banavani rit

Classic Indian Chai no masalo banavani rit | ફક્ત ૫ મીનીટમાં પરફેક્ટ માપ સાથે ચાનો મસાલો બનાવવાની રીત | Chai ka masala recipe in gujarati

DipaliAmin
ચા માં થોડો ચા નો મસાલો ઉમેરવાથી તે વઘુ સરસ બનેછે. ખાસ કરીને શિયાળા ની ઠંડીમાં અને વરસાદની સિઝનમાં તે વધુ સરસ લાગે છે.
Prep Time 5 minutes
Cook Time 3 minutes
Total Time 8 minutes
Course Masala Recipes
Cuisine Indian
Servings 1 Cup

Ingredients
  

  • ૩૦ ગ્રામસુંઠ ના પીસ
  • ૧૦ ગ્રામ કાળા મરી
  • ગ્રામ લવિંગ
  • ૧/૨ ચમચી લીલીવરિયાળી
  • ૨૦ ગ્રામ નાની એલચી (ગ્રીન ઈલાયચી)
  • ૧૦ ગ્રામતજના ટુકડા
  • ૧/૨ નંગ જાયફળ
  • ૮-૧૦ નંગ તુલસીના પાન
  • ૮-૧૦ નંગ ફુદીનાના પાન

ચા માટે :

  • કપ દૂધ
  • ૧/૨ કપ પાણી
  • ચમચી ચા
  • ચમચી ખાંડ
  • ૧/૪ ટીસ્પૂન તૈયાર કરેલ ચાનો મસાલો

Video

Notes

ચા નો મસાલો બનાવવાની રીત :
૧. સૌપ્રથમ એક પેનમાં સૂંઠ, કાળા મરી, લવિંગ, તજના ટુકડા, જાયફળ, નાની એલચીને પેનમાં એડ કરી તેને ૨ મિનીટ માટે સાંતળી લો. હવે તેમાં તુલસી પાન અને ફુદીનાના પાન ઉમેરી ફરીથી ૧ મિનિટ માટે સાંતળી લો.
૨. એક પ્લેટમાં નીકાળી પુરા ઠંડા કરી લો.
૩. ઠંડા થયા બાદ મિક્સર જારમાં લઈ તેને સારી રીતે ક્રશ કરી લો.
૪. પાવડરને ચાળી લો.
૫. ચા ના મસાલાને એર ટાઈટ બરણી માં ભરી સ્ટોર કરો અને જરૂર મુજબ તેનો ઉપયોગ કરો.
ટિપ્સ :
૧. સુંઠ પાવડરના બદલે સુંઠના પીસ નો ઉપયોગ કરો તેનાથી ચા ના મસાલા માં તેની સુંગધ લાંબા સમય સુધી સારી રહે છે.
૨. મસાલાને ૧ મિનીટ માટે ડ્રાય રોસ્ટ કરો જેથી તેમાં રહેલ મોઈશ્ચર નો ભાગ ના રહે.
૩. મસાલા ને એર ટાઈટ બરણીમાં ભરો.
Keyword Chai ka masala recipe in gujarati, Classic Indian Chai no masalo banavani rit

Other Recipe Video Link :

Crispy methi coriander muthiya banavani rit | મેથી કોથમીરના ક્રિસ્પી મુઠિયા બનાવવાની રીત । how to make methi – coriander muthiya recipe in gujarati

Healthy Lasooni Palak Khichdi banavani rit | લસૂની પાલક ખીચડી બનાવવાની રીત | palak khichdi recipe in gujarati

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here