makai nu shaak banavani rit recipe in gujarati, મસાલા કોર્ન સબઝી એ મકાઈના દાણાની સ્વાદિષ્ટ પંજાબી કરી છે. જે ડુંગળી અને ટામેટાની ગ્રેવી સાથે ક્રીમી બનાવવામાં આવે છે. તે સ્વાદિષ્ટ અને હળવી મસાલેદાર ભારતીય કરી છે જે ઘરે બનાવવી સરળ છે. તેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબજ સરસ લાગે છે, પણ તેને ભાત સાથે પણ સર્વ કરી શકાય છે.
ઢાબા સ્ટાઈલ મકાઈનું શાક બનાવવાની રીત । makai nu shaak banavani rit recipe in gujarati
ઢાબા સ્ટાઈલ મકાઈનું શાક બનાવવાની રીત : સૌપ્રથમ એક પેનમાં પાણી, મકાઈના દાણા, મીઠું, હળદર પાવડર અને ખાંડ ઉમેરો. મકાઈના દાણાને ૩ મિનિટ માટે ઉકાળો. હવે એક પેનમાં ૩ મોટી ચમચી તેલ અને ૧ ચમચી બટર ઉમેરો. તેલ ગરમ થાય એટલે, તેમાં જીરૂં, ૧ ચમચી લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. હવે તેમાં ૧/૨ ચમચી હળદર પાવડર, ૨ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર, ૧ ચમચી ધાણા જીરૂ અને ગરમ મસાલા પાવડર અને સ્વાદમુજબ મીઠું ઉમેરી મસાલો સુગંધિત ન થાય ત્યાં સુધી સાંતળો. ટામેટાંની ગ્રેવીમાં કાજુની પેસ્ટ ઉમેરો અને તેલ અલગ ન થાય ત્યાં સુધી પકાવો. છેલ્લે, ગરમ મસાલો અને કસૂરી મેથી અને સમારેલી કોથમીર ઉમેરો. સારી રીતે મિકસ કરો.
ઢાબા સ્ટાઈલ મકાઈનું શાક બનાવવાની રીત :

ઢાબા સ્ટાઈલ મકાઈનું શાક બનાવવાની રીત । makai nu shaak banavani rit recipe in gujarati | Corn masala sabzi
Ingredients
મસાલા કોર્ન સબ્જી માટે :
- ૧ કપ બાફેલા મકાઈના દાણા
- 3 ચમચી તેલ
- ૧ ચમચી માખણ
- ૧/૨ ચમચી જીરું
- ૧ મોટી ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ
- ૨ મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૨ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર
- ૧ ચમચી ધાણાજીરું અને ગરમ મસાલા પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- ૨ – ૩ સમારેલા ટામેટાં
- ૧/૨ કપ ટામેટાંની પ્યુરી
- ૧ કપ પાણી
- ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર
- ૧/૨ ચમચી કસૂરી મેથી
- ૧/૪ કપ સમારેલી કોથમીર
ગાર્નિશ :
- છીણેલું ચીઝ
Video
Notes
Other Recipe Video Link :
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | Ulta Vada Pav banavani rit | Ulta Vada Pav Recipe in Gujarati
કચ્છી ઢોકળીયુ બનાવવાની રીત | Kacchi Dhokliyu banavani rit | Kacchi Dhokliyu Recipe in Gujarati