Farali dosa banavani rit | ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa recipe in gujarati – vrat recipe
August 10, 2023Methi nu shaak banavani rit | મેથીનું શાક બનાવવાની રીત । Methi nu shaak recipe in gujarati
August 12, 2023Khajur And Dry Fruits bar banavani rit, શિયાળાની શરૂઆત થઇ ગઈ છે અને દરેક ઘરમાં વસાણા તો બનતા જ હોય છે અને શિયાળામાં વસાણા ખાવાથી હેલ્થ સારી રહે છે. અડદિયા પાક, ગુંદર પાક, મેથીનાં લાડુ આ બધા પ્રકારના વસાણા દરેક ઘરમાં બને છે અને જે દરેક લોકોએ સવારમાં કોઈને કોઈ વસાણા ખાવા જોઈએ.
તો હું આજે તમારી સાથે શેર કરીશ ખજૂર બારની રેસીપી. ખજૂર બાર એ શિયાળાની વાનગી છે. આ ખજૂર બારમાં બદામ, કાજુ, પીસ્તા, સુકા નારિયેળનું છીણ અને તરબૂચના બીજ જેવા પોષકતત્વો હોય છે. જયારે તમે ખજૂર બાર ખાશો તો તમને ઉર્જાથી ભરપૂર બનાવશે. ખજૂર બાર માત્ર હેલ્થી ઓપ્શન તરીકે કામ નથી કરતું પરંતુ એક ડેઝર્ટ તરીકે પણ કામ કરે છે.
Khajur And Dry Fruits bar banavani rit | ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ બાર બનાવવાની રીત | Khajur And Dry fruits bar recipe in gujarati
ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ બાર બનાવવાની રીત :
ખજૂરમાંથી બીજ નીકાળી ખજૂરને સારી રીતે મિક્સર જારમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેને ઘીમાં ધીમા તાપે શેકી લો, તે વાતનું ખાસ દયાન રાખો કે ગેસની ફ્લેમ સ્લો હોય નહિતર ખજૂર બળી જશે અને તેનો સ્વાદ પણ બગડી જશે. બદામ, કાજુ, પીસ્તા, મગજતરીના બીજ, સુકા નારિયેળના છીણને ડ્રાય રોસ્ટ કરી લો અને તેને ખજૂરમાં ભેળવી સારી રીતે મિક્સ કરો. હવે આ ખજૂરબારને ઘી થી ગ્રીસ કરલ એલ્યુમીનીયમ ટ્રે માં નીકળી ફ્રીજમાં અડઘો કલાક માટે સેટ થવા મૂકી દો. હવે આ ખજૂર બારમાં મોટા પીસ કરી તેને સર્વ કરો.
ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ બાર બનાવવાની રીત :
Khajur And Dry Fruits bar banavani rit | ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ બાર બનાવવાની રીત | Khajur And Dry fruits bar recipe in gujarati
Ingredients
- ૨ ચમચી ઘી
- ૫૦૦ ગ્રામ ખજૂર
- ૩ ચમચી કાજુ
- ૩ ચમચી બદામ
- ૩ ચમચી પીસ્તા
- ૩ ચમચી અખરોટ
- 3 ચમચી મગજતરીના બીજ
- 3 ચમચી સુકા નારિયેળનું છીણ
- કાજુ, બદામ અને પિસ્તાની કતરણ
બીજી સામગ્રી :
- એલ્યુમીનીયમ ટ્રે
- બટરપેપર
Video
Notes
Other Recipe Video Link :
Farali dosa banavani rit | ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa recipe in gujarati – vrat recipe
Methi nu shaak banavani rit | મેથીનું શાક બનાવવાની રીત । Methi nu shaak recipe in gujarati