Crispy Onion Pakoda | How to make Onion Pakoda | ડુંગળીના ભજીયા

0
42
Crispy Onion Pakoda
Crispy Onion Pakoda

Crispy Onion Pakoda, Read more…

આ ડુંગળીના ભજીયા ચણાના લોટ અને નિયમિત મસાલા વડે બનાવેલ ઝડપી અને ટેસ્ટી ભજીયાની રેસીપી છે. આ ભજીયા ખૂબજ ઝડપથી બની જાય છે. અને સુપર ક્રિસ્પી ભજીયા છે. આ ભજીયાને તમે ધણી બધા પ્રકારે બનાવી શકો છો, પણ અહિયા આ ભજીયા બનાવવા માટે સૌથી સામાન્ય રીત એ છે કે ભજીયા માટે ચણાના લોટનું પાતળું કોટિંગ કરવું. આ ભજીયા વરસાદની મૌસમમાં ખાવાની ખૂબજ મજા આવે છે.

ઘરે ડુંગળીના ભજીયા બનાવવાની રીત :

સૌપ્રથમ, ડુંગળીને લાંબા, મધ્યમ જાડા અને એકસરખા સ્લાઈસમાં કાપો. ડુંગળીમાં મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ડુંગળી અને લોટના મિશ્રણમાં પાણી ન ઉમેરો.

બીજું, ડુંગળીના ભજીયા ક્રિસ્પી કરવા માટે ચોખાનો લોટ ઉમેરો, જે વિકલ્પ છે. જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો સ્કિપ કરો. પણ વધુ સારા પરિણામ માટે તેનો ઉપયોગ કરો.

ગરમ તેલમાં મિડિયમ આંચ પર પકોડાને તળો. આ ભજીયાને વધુ ક્રિસ્પી કરવા માટે બે વાર તળો. સાથેજ ગરમ ભજીયાને ફ્રાય કરેલ મરચા સાથે સર્વ કરો.

Recipe Video :

Crispy Onion Pakoda | How to make Onion Pakoda | ડુંગળીના ભજીયા

તૈયારી કરવાનો સમ૫ મિનીટ
બનાવવાનો સમય૧૦ મિનીટ
કુલ સમય૧૫ મિનીટ
વ્યંજનનાસ્તો
સર્વિંગ૪ વ્યકિત

સામગ્રી :

  • ૨૦૦ ગ્રામ અથવા ૪ મીડિયમ સાઈઝની ડુંગળી
  • ૧ મોટી ચમચી લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ
  • ૧ ચમચી અજમો
  • સ્વાદમુજબ મીઠું
  • ૧ ચમચી ધાણા જીરૂ પાવડર
  • ૧/૨ ચમચી હળદર પાવડર
  • ૧ ચમચી લાલ મરચાનો પાવડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર
  • ૧/૨ ચમચી ચાટ મસાલા પાવડર
  • ૧/૨ ચમચી આમચૂર પાવડર
  • ૧/૪ ચમચી સંચળ પાવડર
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૧ મોટી ચમચી ચોખાનો લોટ
  • ૧ ક્પ બેસન (ચણાનો લોટ)

વિગતવાર ડુંગળીના ભજીયા બનાવવાની રીત :

૧. ડુંગળીને લાંબા,મધ્યમ જાડા ટુકડામાં કાપો.

૨. કાપેલી ડુંગળીને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરો.

૩. હવે તેમાં લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ, અજમો, મીઠું, હળદર પાવડર, લાલ મરચાનો પાવડર, ધાણા જીરૂ પાવડર, ગરમ મસાલા પાવડર, ચાટ મસાલા, આમચૂર પાવડર, સંચળ અને લીંબુનો રસ ઉમેરો.

૪. બધાજ મસાલાને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરો જેથી ડુંગળી ભેજ છોડે તેની સાથે મિક્સ થઈ જાય.

૫. હવે તેમાં ચોખાનો લોટ અને બેસન ઉમેરી મિક્સ કરો. પાણીનો ઉપયોગ ન કરો.

૬. તેલ ગરમ કરો અને તેમાં તમારી આંગળીઓ વડે પકોડાનું મિશ્રણ નાખો. મધ્યમ તાપે ભજીયાને તળો. પકોડાને તેલમાંથી કાઢીને સહેજ ઠંડા કરો.

૭. તેને સુપર ક્રિસ્પી કરવા માટે બીજીવાર ફ્રાય કરો.

૮. છેલ્લે પકોડાને ગરમ ચા અને તળેલા મરચા સાથે સર્વ કરો.

Crispy Onion Pakoda
Crispy Onion Pakoda

ટિપ્સ :

૧. ડુંગળીના ટુકડાને મસાલા સાથે હાથની મદદથી મિક્સ કરો. જેથી ડુંગળીના ટુકડા જે પાણી છોડે છે તેની સાથે મસાલા સારી રીતે ચોંટી જાય.

૨. ચોખાનો લોટ ભજીયાને ક્રિસ્પી બનાવવામાં મદદ કરે છે.

૩. પાણીનો ઉપયોગ ન કરો.

૪. ભજીયાને મધ્યમ આંચ પર ફ્રાય કરો.

૫. ભજીયાને ક્રિસ્પી કરવા માટે ડબલ વાર ફ્રાય કરો.

Other Recipe Video Link :

Chocolate Barfi Recipe | ચોકલેટ બરફી | How to make chocolate Barfi

Khandvi Recipe | How to make Gujarati Khandvi | ખાંડવી બનાવવાની રીત | પ્રેશર કુકર માં ખાંડવી બનાવવાની રીત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here