Potato Grilled Sandwich, Read more…
સેન્ડવીચ ખાવામાં માટે નો કોઈ સમય હોતો નથી. તમે સેન્ડવીચ ગમે ત્યારે ખાઈ શકો છો. મેં અહિંયા સેન્ડવીચ ફ્ક્ત ૫ જ મિનિટ માં બની જાય તેવી અને હેલ્થી સેન્ડવીચ બનાવી છે. તમે કદી બીટ નો ઉપયોગ કરીને સેન્ડવીચ નહીં બનાવી હોય એક્વાર જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ જ ગમશે. બટાકાના માવા સાથે બીટ અને નિયમિત મસાલા સાથે સેન્ડવીચ ટેસ્ટ માં સરસ લાગે છે.
બટાકાની ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત :
મેં અહિંયા સેન્ડવીચ બનાવવા માટે વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કર્યો છે, પણ તમે ઘંઉના લોટમાંથી બનેલ બ્રેડનો ઉપયોગ કરી શકો છો. સ્ટફીગ માટે બાફેલા બટાકા સાથે બીટ, ગાજર, ડુંગળી, કેપ્સિકમ લીધા છે. તેની સાથે ખમણેલુ ચીઝ, સ્વાદ મુજબ મીઠુ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લીધા છે.
હવે બ્રેડ પર કોથમીર અને ફુદીના ચટણી અને બીજી બ્રેડ પર ટોમેટો સોસ લગાવો. ત્યાર કરેલ સ્ટફિગ મૂકો અને બીજી સ્લાઈસ વડે બંધ કરો. હવે સેન્ડવીચ ને ગ્રીલ કરવા માટે ગ્રીલ પેન પર બટર મૂકો અને પછી તૈયાર કરેલ સેન્ડવીચ રાખો. સેન્ડવીચ ને સારી રીતે શેકી લો.
ગરમા ગરમ સેન્ડવીચને મનગમતી ચટણી સાથે સર્વ કરો.
Recipe Video :
Potato Grilled Sandwich | Aloo and Beetroot Grilled Sandwich | How to make Potato Grilled Sandwich | બટાટા અને બીટરૂટ ની ગ્રીલ સેન્ડવીચ
તૈયારી કરવાનો સમય | ૫ મિનીટ |
બનાવવાનો સમય | ૫ મિનીટ |
કુલ સમય | ૧૦ મિનીટ |
વ્યંજન | સ્ટ્રીટ ફૂડ |
ભોજન | ભારતીય |
સર્વિંગ | ૨ વ્યક્તિ |
સામગ્રી :
- ૪ નંગ વ્હાઈટ બ્રેડ
- ૩ નંગ બાફેલા બટાકા (ગ્રેડ કરેલ)
- ૧ મીડીયમ સાઈઝનું ગ્રેડ કરેલ બીટ રૂટ
- ૧ મીડીયમ સાઈઝનું ગ્રેડ કરેલ ગાજર
- ૧ મીડીયમ સાઈઝનું કાપેલ કેપ્સિકમ
- ૧ મીડીયમ સાઈઝની ઝીણી સમારેલ ડુંગળી
- મીઠુ સ્વાદ મુજબ
- ૧ ચમચી ચીલી ફ્લેક્સ
- ૧ ચમચી ઓરેગાનો
- ૩ મોટી ચમચી ગ્રેડ કરેલ ચીઝ
- બટર
- કોથમીર અને ફુદીના ચટણી
- ટોમેટો સોસ
વિગતવાર બટાકાની ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત :
૧. સૌપ્રથમ સ્ટફિંગ માટે એક મિકસિંગ બાઉલમાં ગ્રેડ કરેલ બટાકા, ગાજર, બીટ, કેપ્સિકમ, ડુંગળી સાથેજ મીઠુ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચીઝ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
૨. હવે ૪ બ્રેડની સ્લાઈસ લો અને ૨ બ્રેડ પર કોથમીર ફુદીના ચટણી અને ૨ બ્રેડ પર સોસ લગાવો.
૩. તૈયાર કરેલ સ્ટફિંગની ૨ મોટી ચમચી એક બ્રેડ પર મૂકો અને બીજી બ્રેડ વડે બંધ કરો.
૪. ગેસની ફલેમ પર ગ્રીલ પેન મૂકો ફલેમ લો રાખો.
૫. પેન પર થોડુ બટર મૂકો અને તૈયાર કરેલ સેન્ડવીચ મૂકી બન્ને બાજુથી સારી રીતે શેકી લો.
૬. તૈયાર ગરમા ગરમ સેન્ડવીચને મનગમતી ચટણી સાથે સર્વ કરો.

નોંધ :
૧. તમે મેંદાના બદલે ઘંઉના લોટની બ્રેડનો ઉપયોગ કરી શકો છો. ૨. આ સેન્ડવીચ ખૂબજ ફટાફટ બની જાય છે અને હેલ્થી પણ છે.
Other Recipe Video Link :
Raw Mango Masala | How to make Raw Mango Mukhwas | કાચી કેરીનો મુખવાસ । કાચી કેરીના આંબોડિયા