Kothimbir Vadi Recipe, કોથમીર વડી એ કોથમીરના પાન, ચણાનો લોટ અને રેગ્યુલર મસાલા સાથે બનાવવામાં આવતી પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે. તેને સ્ટીમર અથવા કુકરમાં પણ બનાવી શકાય છે. ટે ક્રિસ્પી, મસાલેદાર અને સરળ નાસ્તો છે. આ નાસ્તાને તમે આખા દિવસમાં કોઇપણ સમયે ખાઈ શકો છો. આ રેસીપી બનાવવા માટે તમારે ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ તે બની જાય છે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરો.
Kothimbir Vadi Recipe | How to make Kothimbir Vadi | કોથમીર વડી બનાવવાની રીત
કોથમીર વડી બનાવવાની રીત : સોપ્રથમ કોથમીર વડી બનાવવા માટે તાજા કોથમીરના પાન પસંદ કરો. સારી રીતે સાફ કરી સૂકવી દો, કેમકે તેમાં પાણીનો ભાગ વધુ હોવાથી બનાવતી વખતે ચણાના લોટનો ઉપયોગ વધુ કરવો પડશે. વડી બનાવતી વખતે ધાણા અને ચણાના લોટનું માપ ૨ : ૧ રાખો. સાથેજ વળીને ક્રિસ્પી બનાવવા માટે ચોખાનો લોટ અને ઝીણો રવો ઉમેરો. સ્ટીમરમાં પાણી ઉમેરી વળીને હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરો. હવે વડીને નાના ટુકડામાં કટ કરી મીડીયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરો. છેલ્લે કોથમીર અને ફુદીના ચટણી અને સુકા લસણની ચટણી સાથે સર્વ કરો.
કોથમીર વડી બનાવવાની રીત :

Kothimbir Vadi Recipe | How to make Kothimbir Vadi | કોથમીર વડી બનાવવાની રીત
Ingredients
- ૨ કપ સમારેલી કોથમીર
- ૧ કપ બેસન
- ૧/૪ કપ ચોખાનો લોટ
- ૧ ચમચી ઝીણો રવો
- ૧ ચમચી જીરું
- ૧ ચમચી સફેદ તલ
- ૧ ચમચી અજમો
- ચપટી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૧ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર
- ૧ ચમચી ચાટ મસાલા પાવડર
- ૧ મોટી ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ
- તળવા માટે તેલ
- જરૂર મુજબ પાણી
- ગાર્નીશ કરવા માટે – થોડા સફેદ તલ
Video
Notes
Other Recipe Video Link :
Kulhad pizza banavani rit | કુલ્હડ પીઝા બનાવવાની રીત | kulhad pizza recipe in gujarati
કોબીજના મુઠીયા બનાવવાની રીત | Cabbage muthiya banavani rit | Cabbage Muthiya Recipe in gujarati