ફટાફટ બની જાય તેવી બટાકાની વેફર બનાવવાની રીત । Bataka ni wafer banavani rit recipe in gujarati | Aloo Chips Recipe
June 17, 2023Kacchi Dabeli Recipe in Gujarati | કચ્છી દાબેલી બનાવવાની રીત
June 19, 2023Kachhe kele ki chips, Read more…
કેળાનો ઉપયોગ તો આપણે ઘણી રીતે કરીએ છીએ. પાકા કેળા અને કાચા કેળા માંથી સબ્જી બનાવવામાં આવે છે પરંતુ કેળામાંથી ચિપ્સ વધારે પ્રમાણમાં બને છે.
તળેલા કેળાની ચિપ્સ સુર્યમુખી તેલ અથવા નારિયેળના તેલમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેનાં ઉપર મીઠું અને મસાલા ઉમેરવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં કેળાની ચિપ્સ વધુ પ્રચલિત છે અને કેરળમાં તો ભોજનનો અભિન્ન ભાગ છે.
કેળાની ચિપ્સ બનાવવી ઘણી સરળ છે કેમકે કાચા કેળાની ચીપ્સને ડીપ ફ્રાય કરી તેનાં પર મીઠું ઉમેરવામાં આવે છે.
કેળાની વેફર નાના મોટા સૌની પ્રિય હોય છે. કેળાની વેફર ને ઉપવાસ કે નાસ્તામાં ખાવામાં આવે છે.
કેળાની વેફર બજારમાં મળે તેવી ઘરે ક્રિસ્પી બનાવી શકાય છે. જો તમે એકવાર તેને પરફેક્ટ માપ સાથે ઘરે બનાવશો તો વારંવાર તેને જરૂરથી બનાવશો.
કાચા કેળા બનાવવાની રીત :
સૌપ્રથમ કાચા કેળાને પાણીથી બરાબર સાફ કરી લો. ત્યારબાદ કેળાની છાલ ઉતારી તેનાં પર થોડું મીઠું લગાવો. જેથી તે કાળું ના પડે.
તે વાતનું દયાન રાખો કે એક સમયે ફક્ત બેજ કેળાની છાલ ઉતારી ચિપ્સ પાડો.
ચિપ્સ પાડવાના મશીન વડે પાતળી ચિપ્સ પાડો. તમે સીધી તેલમાં પણ ચિપ્સ પાડી શકો છો.
ધીમા તાપે ચિપ્સને ડીપ ફ્રાય કરો. ૨ મિનીટ બાદ તેમાં ૧/૨ ચમચી મીઠા વાળુ પાણી ઉમેરો. મીઠા વાળુ પાણી ઉમેરવાથી ચિપ્સ એકદમ ક્રિસ્પી બનશે.
છેલ્લે તેમાં તૈયાર કરલ મસાલો ઉમેરી સર્વ કરો.
Recipe Video :
Kachhe kele ki chips | Banana Chips in Gujarati | ૧૦૦% સચોટ રીતે ઘરે ક્રીસ્પી કેળાની વેફર બનાવવાની રીત | kela ni vefar
તૈયારી કરવાનો સમય | ૫ મિનીટ |
બનાવવાનો સમય | ૧૦ મિનીટ |
કુલ સમય | ૧૫ મિનીટ |
વ્યંજન | હળવો નાસ્તો |
ભોજન | ભારતીય |
સર્વિંગ | ૧ ડબ્બો |
સામગ્રી :
મસાલા માટે :
- ૧ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૧/૨ ચમચી ચાટ મસાલા પાવડર
- ૧/૨ સંચળ પાવડર
કેળાની ચિપ્સ માટે :
- ૫૦૦ ગ્રામ કાચા કેળા
- ૧ ચમચી મીઠું
- ૧/૨ કપ પાણી
૧ ચમચી મીઠું
૧/૨ કપ પાણી
તળવા માટે તેલ
વિગતવાર કાચા કેળાની વેફર બનાવવાની રીત :
૧. સૌપ્રથમ એક વાટકીમાં એક ચમચી મીઠું લો અને તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. તેને એક બાજુ રાખો.
૨. મસાલા માટે એક વાટકીમાં ૧ ચમચી લાલ મરચાંનો પાવડર, ૧/૨ ચમચી ચાટ મસાલા પાવડર અને ૧/૨ ચમચી સંચળ પાવડર ઉમેરી મસાલો તૈયાર કરો.
૩. હવે કાચા કેળાને બરાબર સાફ કરી તેની છાલ ઉતારી તેનાં પર મીઠું લગાવો જેથી તે કાળા ના પડે.
૪. એક સમયે ફક્ત બેજ કેળાની છાલ ઉતારો.
૫. હવે કેળાની ચિપ્સ પાડો.
૬. ચિપ્સને તેલમાં ડીપ ફ્રાય કરો.
૭. મીડીયમ ફ્લેમ પર ૨ મિનીટ ફ્રાય કર્યા બાદ તેમાં તૈયાર કરેલ મીઠાનું ૧/૨ ચમચી પાણી ઉમેરો.
૮. એક મિનીટ બાદ તમે જોશો કે પરપોટા એકદમ બંધ થઇ જશે હવે ચિપ્સને બહાર નીકાળી ટીસ્યુ પેપર પર મૂકો જેથી વધારાનું તેલ નીકળી જાય.
૯. હવે તૈયાર થયેલ ચિપ્સ પર મસાલો ભભરાવો અને સર્વ કરો.
ટિપ્સ :
૧. એક સમયે ફક્ત બેજ કેળાની છાલ ઉતારો. જેથી તે કાળાના પડે.
૨. મીઠાનું પાણી ઉમેરવાથી કેળાની ચિપ્સમાં રહેલ પાણી શોષી લે અને ચિપ્સને ક્રિસ્પી બનાવે છે.
૩. ગરમ તેલના મીઠા વાળુ પાણી ઉમેરતી વખતે દયાન રાખો તેલ ખુબજ ગરમ હોય છે.
Other Recipe Video Link :
Kacchi Dabeli | Kacchi Dabeli Recipe in Gujarati | કચ્છી દાબેલી બનાવવાની રીત | Dabeli Recipe