Cheese Paneer Paratha banavani rit, ચીઝ પનીર પરાઠા બનાવવાની રીત, પરાઠા એ ભારતમાં બનેલી ડીશ છે. જેને મોટેભાગે નાસ્તામાં અથવા રાત્રે જમવામાં પીરસવામાં આવે છે. જે ઉત્તર ભારતીય, પશ્ચિમ ભારત અને પાકિસ્તાનના પૂર્વીય પ્રદેશમાં લોકપ્રિય છે. નાસ્તાની વાનગીમાં આલુ પરાઠા, ચીઝ પરાઠા, પનીર પરાઠા લોકપ્રિય છે. બાળકોથી લઈ વૃદ્ધો બધાનાં પ્રિય છે.ચીઝ પરાઠાને દહીં, ચટણી, માખણ સાથે પીરસવામાં આવે છે.
ચીઝ પનીર પરાઠા ધરે આસાનીથી બની જાય છે, અને વધુ સામગ્રીની પણ જરૂર પડતી નથી. ચીઝ પરાઠા આખા ઘઉંનાં લોટમાંથી બનાવવામાં આવે છે. જેમાં તમે ચીઝ સાથે પનીર, મીઠું, ડુંગળી, લીલાં મરચાં અને તમને ગમતાં ફ્લેવર ઉમેરી પરાઠા બનાવી શકો છો.મેં ઘણાં બઘા પરાઠા બનાવ્યા છે, જેમકે, આલુ પરાઠા, ગોબી પરાઠા, મૂંગલેટ પરાઠા, મિક્ષ વેજીટેબલ પરાઠા વગેરે. આ બઘા જ પરાઠાની રેસીપી મેં મરી વેબસાઈટ પર મૂકી છે, તો તમે તે ત્યાં જઈ જોઈ શકો છો.ચીઝ પનીર પરાઠા ખુબ જ ટેસ્ટી પરાઠા છે, અને ખુબજ ઝડપથી બની જાય છે. મેં અહિયાં પીઝા ચીઝ ઉપયોગ કર્યું છે, પણ તમે તેની સાથે મોઝરેલા ચીઝ પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો બનાવતા શીખીએ, ચીઝ પનીર પરાઠા બનાવવાની રીત, Cheese Paneer Paratha banavani rit, cheese paratha recipe in gujarati.
ચીઝ પનીર પરાઠા બનાવવાની રીત । Cheese Paneer Paratha banavani rit
ચીઝ પનીર પરાઠા બનાવવાની રીત : સૌ પ્રથમ એક મોટા વાસણમાં ૧ કપ ઘઉંનો લોટ, ૧ ચમચી તેલ અને મીઠું ઉમેરી લો. તેમાં થોડું થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. તેની ઉપર થોડું તેલ લગાવી એક કપડાં વડે ઢાંકીને ૧૦ મિનીટ માટે મૂકી દો. સ્ટફિંગ માટે એક બાઉલમાં પનીર, ડુંગળી, લીલાં મરચાં, મીઠું અને કોથમીર ને લઇ બધીજ સામગ્રી મિક્ષ કરો.
બાંધેલાં લોટનાં પણ ૭ – ૮ ભાગ કરો, અને લુઆ બનાવો.એક પ્લેટમાં ૧/૨ કપ ઘઉંનો લોટ લો. હવે ઘઉંનાં લોટ નો લુઆને સુકા લોટમાં લપેટી પાટલી પર વણી લો. તેનાં પર તૈયાર કરેલ પનીર, ડુંગળી, કોથમીર અને લીલાં મરચાનું સ્ટફિંગ મૂકો. અને સાથે ગ્રેટેડચીઝ મૂકો. વણેલી રોટલીને ચારેબાજુથી બરાબર બંધ કરો. અને ફરી સુકા લોટમાં લપેટી હળવા હાથે વણી લો. વધુ પાતળો વણવો નહિ.
એક તવાને મધ્યમ આંચ પર ગરમ કરો. તૈયાર કરેલ પરાઠાને તવા પર મૂકી શેકી લો. ઉપરની બાજુ પરાઠા ફૂલે તો પલટી ને બીજી બાજુ પણ શેકી લો. હવે ૧/૨ તેલ ઉપરની બાજુ લગાવો. તેને તવેતાની મદદથી થોડું પ્રેશ કરી બન્ને બાજુ તેલ લગાવી શેકી લો. હવે એક પ્લેટમાં પરાઠાને કાઢો અને ઉપરથી થોડું વધુ ચીઝ મૂકી ટોમેટો સોસ સાથે સર્વ કરો.
ચીઝ પનીર પરાઠા બનાવવાની રીત :

ચીઝ પનીર પરાઠા બનાવવાની રીત | Cheese Paneer Paratha banavani rit | Cheese Paneer Paratha Recipe in gujarati
Ingredients
- ૧ + ૧/૨ કપ ઘઉંનો લોટ
- ૨ ચમચી તેલ
- સ્વાદમુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
સ્ટફિંગ માટે :
- ૧૦૦ ગ્રામ પનીર
- ૧ મીડીયમ સાઈઝ ની બારીક સમારેલી ડુંગળી
- ૨ – ૩ બારીક સમારેલાં લીલાં મરચાં
- ૧/૨ કપ બારીક સમારેલ કોથમીર
- ૧૦૦ ગ્રામ પીઝા ચીઝ
Video
Notes
Other Recipe Video Link :
મૂંગલેટ પરાઠા બનાવવાની રીત । Moonglet paratha banavani rit