How to make Instant Raw Mango Achar, Read more!!! દરેક ગુજરાતી ઘરમાં અલગ અલગ રીતે અથાણાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતી અથાણાં ખાટાં અને મીઠાં અને થોડા મસાલેદાર હોય છે. અહિયાં હું ઇન્સ્ટન્ટ કેરીનાં અથાણાં સાથે બજારમાં મળતાં અથાણાની રેસીપી શેર કરીશ. આ મસાલો પરફેક્ટ માપ સાથે બજારમાં મળે તેવોજ બનશે જેને તમે એરટાઈટ બરણીમાં ભરી એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો અને તમારે જયારે અથાણું બનાવવું હોય ત્યારે ફક્ત ૧ – ૨ મિનીટમાજ અથાણું બનાવી શકો છો. આ મસાલો ખુબજ ઝડપથી બની જાય છે અને હું માનું છુ કે આ મસાલો બનાવ્યા બાદ તમે ક્યારેય પણ મસાલો બહારથી નહિ લાવો.
How to make Instant Raw Mango Achar | Gujarati Achar Masala Recipe | આચારનો મસાલો બનાવવાની રીત
ઘરે અથાણાંનો મસાલો બનાવવાની રીત : સૌપ્રથમ ઘરે અચારનો મસાલો બનાવવા માટે મેં અહિયાં રીના કુરિયા, મેથીના કુરિયા સાથેજ લીલી વરીયાળી લીધી છે. આ મસાલાને મિક્સર જારમાં એડ કરી અધકચરા ક્રશ કરી લો. મસાલામાં નિયમિત મસાલા ઉમેરી એરટાઈટ બરણીમાં ભરો. મસાલાને મહિનાઓ સુધી સ્ટોર કરવા માટે તેમાં ગરમ તેલ ઉમેરો. આ મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે સુકી જગ્યાએ સ્ટોર કરો. કેરીનાં મસાલાનો ઉપયોગ કરતી વખતે કોરી ચમચીનો ઉપયોગ કરો.
આચારનો મસાલો બનાવવાની રીત :
How to make Instant Raw Mango Achar | Gujarati Achar Masala Recipe | આચારનો મસાલો બનાવવાની રીત
Ingredients
- ૧/૨ કપ રાઈના કુરિયા (સરસવના દાણા)
- ૧/૪ કપ મેથીના કુરિયા
- ૧/૮ કપ લીલી વરીયાળી
- ૧ ચમચી હિંગ
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૨ ચમચી મીઠું
- ૧/૪ કપ કાશ્મીરી લાલ મરચું
- ૨ ચમચી તેલ
Video
Notes
Other Recipe Video Link :
Kacchi Dabeli Recipe | Kacchi Dabeli Recipe in Gujarati | કચ્છી દાબેલી બનાવવાની રીત | Dabeli Recipe
Dabeli Paratha Cone | How to make Dabeli Paratha Cone | દાબેલી પરાઠા કોન