મસાલા સોડા બનાવાની રીત । Masala Soda banavani rit recipe in gujarati
June 20, 2023કાચી કેરીની કેન્ડી બનાવવાની રીત । Kachi Keri ni Candy banavani rit recipe in gujarati
June 20, 2023Methi na vada banavani rit recipe in gujarati, ક્રિસ્પી મેથીના વડા બનાવવા માટે તાજા મેથીના પાન, ચણાનો લોટ (બેસન) સાથે રેગ્યુલર મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. મેથીના વડા બનાવવા સરળ છે. આ ક્રિસ્પી અને મસાલેદાર મેથીના વડા મોં મા પીગળી જાય છે. સાથે મેં અહિયાં દહીં અને કોથમીર ની ચટાકેદાર અને થોડી સ્પાઈસી ચટણી બનાવી છે જે વડા સાથે ટેસ્ટી લાગે છે. શિયાળા અને વરસાદની સિઝનમાં ગરમ ચા સાથે સરસ લાગે છે. મેહમાન ઘરે આવે ત્યારે પણ તેમને તમે આ વડા બનાવી ને સર્વ કરી શકો છો. જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ, મેથીના વડા બનાવવાની રીત, Methi na vada banavani rit recipe in gujarati, methi na vada recipe gujarati ma.
મેથીના વડા બનાવવાની રીત । Methi na vada banavani rit recipe in gujarati
સૌપ્રથમ તાજા મેથીના પણ લો તેને બરાબર સાફ કરી લો. મેં અહિયાં મેથી સાથે કોથમીરના પણ ઉમેરીયા છે. વડાને સોફ્ટ બનાવવા માટે મેં પલાળેલા મુરમુરા ઉમેરીયા છે. તમે ચાહો તો પોહા ઉમેરી શકો છો. વડા ના બેટરમાં મસાલા ઉમેરો. વડાનું બેટર કણક હોવું જોઈએ. જો કણકમાં જરૂર હોય તો જ પાણી ઉમેરો, કેમકે મેથીના પાન અને કોથમીરનાં પાનમાં ભેજ રહેલ હોય છે. છેલ્લે વડાને તેલમાં મધ્યમ આંચ પર ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
મેથીના વડા બનાવવાની રીત :
મેથીના વડા બનાવવાની રીત । Methi na vada banavani rit recipe in gujarati | Methi na Vada recipe gujarati ma
Ingredients
- મેથીના વડા માટે :
- ૧ કપ બારીક સમારેલી મેથી
- ૧/૨ કપ બારીક સમારેલી કોથમીર
- ૧ કપ પલાળેલા મુરમુરા (મમરા)
- ૩ – ૪ નંગ લીલાં મરચાં
- ૧ ઈચ આદુનો ટુકડો
- ૫ – ૬ કળી લસણ
- ૧ ચમચી જીરું
- ૧ ચમચી આખા ધાણા
- ૩ ચમચી સફેદ તલ
- ૧ મધ્યમ સાઈઝની કાપેલી ડુંગળી
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૧/૨ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૧/૨ ચમચી આમચૂર પાવડર
- ચપટી હિંગ
- ૧ ચમચી ખાંડ
- ૧ ચમચી તેલ
- ૧ કપ ચણાનો લોટ
- તળવા માટે તેલ
દહીં – કોથમીરની ચટણી માટે :
- ૧/૨ કપ કોથમીરનાં પાન
- ૧ ઇંચ આદુનો ટુકડો
- ૨ – ૩ કળી લસણ
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી સંચળ પાવડર
- ૧ ચમચી જીરું
- ૧/૨ ચમચી ચાટ મસાલા પાવડર
- ૧ કપ દહીં
Video
Notes
Other Recipe Video Link :
કાચી કેરીની કેન્ડી બનાવવાની રીત । Kachi Keri ni Candy banavani rit recipe in gujarati
મેંગો ડિલાઈટ બનાવવાની રીત | Mango Delight banavani rit recipe in gujarati