Kachhe kele ki chips | Banana Chips in Gujarati | ૧૦૦% સચોટ રીતે ઘરે ક્રીસ્પી કેળાની વેફર બનાવવાની રીત | kela ni wafer
June 19, 2023How to make Kaju Draksh Ice Cream | Kaju Draksh Ice Cream Recipe | કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
June 19, 2023Kacchi Dabeli Recipe in Gujarati, ગુજરાતીઓને સ્ટ્રીટ ફૂડ ખુબજ પસંદ છે અને તેમાં પણ સ્ટ્રીટ ફૂડ ખાવાની મજા કંઇક અલગ જ છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો ઢોકળા, ફાફડા, જેવા અનેક ફરસાણ છે જે લોકોને ખુબજ પસંદ છે અને તેને ખાવાની મજા પણ આવે છે. આવી જ એક રેસીપી છે દાબેલી. દાબેલી એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો દાબેલી બર્ગર જેવું દેખાય છે પણ તેનો સ્વાદ મસાલેદાર અને દેશી છે.
દાબેલીનું ઉદ્દભવ સ્થાન કચ્છનું માંડવી શહેર છે. આ જિલ્લાના નામ પરથી જ આનું નામ પડયું છે. દાબેલીનો મસાલો તેનો પ્રમુખ ઘટક છે. કચ્છમાં વિવિધ બ્રાંડના દાબેલી મસાલા બને છે. માંડવી અને ભુજમાં બનતા આ મસાલાની માંગ ખુબ છે. દાબેલી તો તમે ખાધીજ હશે, પણ જો તમને ઘરે બનાવવાનું મન થાય તો તે હું તમને બતાવીશ. દાબેલી બનાવવી સરળ છે. કચ્છી દાબેલી તાજું ફરસાણ છે. જેમાં બ્રેડના વચ્ચેથી બે ટુકડા કરી તેમાં બાફેલા બટાકાનો મસાલો ભરી તેને કોથમીર ફુદીના ચટણી, મસાલા શીંગ, સેવ, અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાને ખુબજ ભાવશે.
Kacchi Dabeli Recipe in Gujarati | કચ્છી દાબેલી બનાવવાની રીત
કચ્છી દાબેલી બનાવવાની રીત : દાબેલીનો મસાલો બનાવવની રીત : જેમાં કડાઈમાં થોડું તેલ, ડુંગળી, બાફેલા બટાકા, મીઠું, તૈયાર દાબેલીનો મસાલો અને ખજૂર – આંબલીની ચટણી ઉમેરી બટાકાનું સ્ટફિંગ બનાવવામાં આવે છે. સાથે થોડું પાણી અને ચાટ મસાલો પણ ઉમેરવામાં આવે છે. તેને એક પ્લેટમાં નીકાળી તેનાં પર તાજું ટોપરાનું છીણ, દાડમના દાણા અને કોથમીરનાં પાન ઉમેરવા આવે છે.
મસાલા શીંગ માટે : થોડા તેલમાં ૨૦૦ ગ્રામ કાચી શીંગ, ૨ ચમચી તૈયાર દાબેલીનો મસાલો ઉમેરી મસાલા શીંગ બનાવવામાં આવે છે. દાબેલીનું કચુંબર : જેમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સીકમ અને બારીક સમારેલી કોથમીર સાથે થોડો ચાટ મસાલો ઉમેરવામાં આવે છે. કોથમીર – ફુદીના ચટણી : એક મિક્સર જારમાં કોથમીર, ફુદીના, આદુ, લસણ,લીલાં મરચાં, કાચી શીંગ, ટોપરાનું છીણ, મીઠું, જીરુ, દહીં, ચાટ મસાલા પાવડર અને પાણી ઉમેરી ચટણી બનાવો. સાથેજ ખજૂર અને આંબલીની ચટણી અને લસણની ચટણી પણ બનાવો.
હવે દાબેલીને બનાવવા માટે પાંવ લો. તેને વચ્ચેથી બે ભાગમાં કાપી ચટણી લગાવો. ત્યારબાદ તેનાં પર તૈયાર કરેલ બટાકાનો મસાલો, મસાલા શીંગ, નાયલોન સેવ, દાડમના દાણા અને કચુંબર મૂકી તેને બંધ કરો. હવે આ દાબેલીને તવા પર બટર અથવા તેલ મૂકી શેકી લો. હવે આ તૈયાર થયેલ દાબેલીને નાયલોન સેવ થી કોટ કરી તમારી મનગમતી ચટણી સાથે સર્વ કરો.
કચ્છી દાબેલી બનાવવાની રીત :
Kacchi Dabeli Recipe in Gujarati | કચ્છી દાબેલી બનાવવાની રીત | Kacchi Dabeli banavani rit
Ingredients
દાબેલીમાં બટાકાના સ્ટફિંગ માટે :
- ૨ – ૩ ચમચી તેલ
- ૧ મીડીયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી
- ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
- ૨ ચમચી તૈયાર દાબેલીનો મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- ૩ ચમચી ખજૂર અને આંબલીની ચટણી
- ૧ ચમચી ચાટ મસાલા પાવડર
- ૧/૨ કપ પાણી
ગાર્નીશ માટે :
- મસાલા સિંગ, તાજું ટોપરાનું છીણ, દાડમના દાણા
મસાલા શીંગ :
- ૨ ચમચી તેલ
- ૧૫૦ ગ્રામ કાચી શીંગ
- ૨ ચમચી દાબેલી મસાલો
દાબેલીનું કચુંબર :
- ૧ મીડીયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી
- ૧ મીડીયમ સાઈઝનું બારીક સમારેલ કેપ્સીકમ
- ૧/૨ કપ બારીક સમારેલ કોથમીર
- ૧/૨ ચમચી ચાટ મસાલો
- ૧/૨ લીંબુનો રસ
કોથમીર અને ફુદીના ચટણી માટે :
- ૧ કપ કોથમીરનાં પાન
- ૧ કપ ફુદીનાના પાન
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી ચાટ મસાલા પાવડર
- ૧/૨ ચમચી જીરું
- ૨ ચમચી દહીં
- ૧ આદુનો ટુકડો
- ૨ – ૩ કળી લસણ
- ૨ – ૩ લીલાં મરચાં
- ૧/૨ કાચા શીંગદાણા
- ૨ ચમચી ટોપરાનું છીણ
- ૧/૨ કપ પાણી
આંબલીની ચટણી :
- ૧/૨ કપ આંબલી
- ૧ ચમચી શેકેલું જીરું
- ૧ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૨ ચમચી ખાંડ / ગોળ
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી સંચળ પાવડર
- જરૂર મુજબ પાણી
લસણની ચટણી માટે :
- ૧૫ – ૨૦ કળી લસણ
- ૮ – ૧૦ આખા સૂકા લાલ મરચાં (પલાળેલા)
- ૨ – ૩ ચમચી શેકેલા શીંગદાણા
- ૧/૨ ચમચી લાલ મરચાંનો પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- ૧ લીંબુનો રસ
બીજી સામગ્રી :
- દાબેલી પાવ
- દાડમનાં દાણા
- નાયલોન સેવ
- બટર (પાંવ શેકવા) માટે
Video
Notes
સ્વાદ મુજબ મીઠું અને ૧ લીંબુનો રસ ઉમેરી પીસી લો. આ ચટણીને વાટકીમાં નીકાળી લો.
૭. આંબલીની ચટણી બનાવવા માટે એક કડાઈમાં આંબલીનો પલ્પ, શેકેલા જીરૂનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લાલ મરચાંનો પાવડર અને પાણી ઉમેરી જ્યાં સુધી આ મિશ્રણ ઘટ્ટના થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તેને વાટકીમાં નીકાળી લો.
૮. કચ્છી દાબેલી બનાવવા માટે :
દાબેલી પાંવ લો. તેને વચ્ચેથી બે ભાગમાં કટ કરો.
હવે તેનાં એક ભાગ પર લસણની ચટણી અને બીજા ભાગ પર કોથમીર અને ફુદીના ચટણી લગાવો.
ત્યારબાદ તૈયાર કરેલ બટાકાનો માવો મૂકી, તેનાં પર મસાલા સિંગ, કચુંબર મૂકો.
હવે પાંવ બંધ કરો અને તેને તવા પર બટર કે તેલ મૂકી બન્ને બાજુથી શેકી લો.
હવે તૈયાર દાબેલીને ચારેબાજુથી નાયલોન સેવથી કોટ કરો અને ઉપરથી દાડમનાં દાણા અને સેવથી ગાર્નીશ કરી કોથમીર ફુદીના ચટણી સાથે સર્વ કરો.
ટિપ્સ :
૧. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેનો ઉપયોગ ના કરો.
૨. દાબેલીને શેક્યા વગર કે શેકીને પીરસી શકો છો.
૩. તમે તમારા સ્વાદ મુજબ તીખી કે મીઠી ચટણીનો ઉપયોગ કરો.
Other Recipe Video Link :