Dabeli Paratha Cone, Read more!!!
ગુજરાતીઓને સ્ટ્રીટ ફૂડ ખુબજ પસંદ છે અને તેમાં પણ સ્ટ્રીટ ફૂડ ખાવાની મજા કંઇક અલગ જ છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો ઢોકળા, ફાફડા, જેવા અનેક ફરસાણ છે જે લોકોને ખુબજ પસંદ છે અને તેને ખાવાની મજા પણ આવે છે.
આવી જ એક રેસીપી છે દાબેલી. દાબેલી એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો દાબેલી બર્ગર જેવું દેખાય છે પણ તેનો સ્વાદ મસાલેદાર અને દેશી છે.
તમે હંમેશા પરાઠા તો ખાધા જ હશે, જેમકે, આલૂ પરાઠા, ચીઝ પરાઠા, કોબીપરાઠા, વગેરે.. પણ આ રીતે દાબેલી પરાઠા કદી ખાધા નહી હોય, મેં અહિંયા આ પરાઠા નિયમિત મસાલા સાથે બનાવ્યા છે, જે ટેસ્ટમાં એકદમ સુપર ટેસ્ટી છે અને જેને બનાવવા ખૂબજ સરળ છે, તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવા જેવી છે.
દાબેલી પરાઠા કોન ઘરે બનાવવાની રીત :
દાબેલી પરાઠા બનાવવા માટે સૌપ્રથમ તેનું ટેસ્ટી સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાટાને તેલમાં સાંતળી તેમાં દાબેલી મસાલો, મીઠું, ૩ – ૪ ચમચી પાણી, ખાટ્ટી મીઠી ચટણી અને ચાટ મસાલો ઉમેરી બનાવ્યું છે. સાથેજ મસાલા સીંગ માટે તેલમાં સીંગ ઉમેરી મીઠું, લાલ મરચાનો પાવડર અને દાબેલી મસાલો ઉમેરી તૈયાર કરી છે.
બટાટા ના માવાને બીજી પ્લેટમાં નીકાળ્યા બાદ તેનાં ઉપર સુકા નારિયેળનું છીણ, દાડમનાં દાણા, મસાલા સીંગ અને થોડા કોથમીરનાં પાન ભભરાવ્યા છે.
હવે પરાઠા બનાવવા માટે તૈયાર કરેલ રોટલી પર ચાકુની મદદથી કાપો પાડો અને તેને રેસીપી માં બતાવ્યા મુજબ કોન શેપ નો આકાર આપો.
તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરો સાથેજ થોડી ખાટ્ટી મીઠી ચટણી અને મસાલા સીંગ લગાવો. પરાઠા કોન ને શેકવા માટે ગરમ તવા પર મૂકો અને તેલ લગાવી બન્ને બાજુથી સારી રીતે શેકી લો.
છેલ્લે, નાયલોન સેવ લગાવો અને તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.
Recipe Video :
Dabeli Paratha Cone | How to make Dabeli Paratha Cone | દાબેલી પરાઠા કોન
તૈયારી કરવાનો સમ | ૫ મિનીટ |
બનાવવાનો સમય | ૧૫ મિનીટ |
કુલ સમય | ૨૦ મિનીટ |
વ્યંજન | ગુજરાતી, પરાઠા રેસીપી |
ભોજન | ભારતીય, ગુજરાતી |
સર્વિંગ | ૨ વ્યક્તિ |
સામગ્રી :
- ૪ નંગ તૈયાર કરેલ રોટલી
દાબેલીપરાઠા કોન માટે બટાકાનું સ્ટફિંગ :
- ૨ – ૩ ચમચી તેલ
- ૧ મીડીયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી
- ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
- ૨ ચમચી તૈયાર દાબેલીનો મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- ૩ ચમચી ખજૂર અને આંબલીની ચટણી
- ૧ ચમચી ચાટ મસાલો
- ૧/૨ કપ પાણી
- ગાર્નીશ માટે :
- મસાલા સિંગ, તાજું ટોપરાનું છીણ, દાડમના દાણા
મસાલા શીંગ :
- ૨ ચમચી તેલ
- ૧૫૦ ગ્રામ કાચી શીંગ
- ૨ ચમચી દાબેલી મસાલો
આંબલીની ચટણી :
- ૧/૨ કપ આંબલી
- ૧ ચમચી શેકેલું જીરું
- ૧ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૨ ચમચી ખાંડ / ગોળ
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી સંચળ પાવડર
- જરૂર મુજબ પાણી
બીજી સામગ્રી :
- નાયલોન સેવ
વિગતવાર દાબેલી પરાઠા કોન બનાવવાની રીત :
૧. સૌપ્રથમ દાબેલીનો મસાલો બનાવવા માટે બટાકાનો મસાલો બનાવો.
૨. એક પેન માં ૨ – ૩ ચમચી તેલ લો. તેમાં બારીક સમારેલી ડુંગળી, બાફેલા બટાકા, દાબેલી મસાલો, મીઠું અને પાણી ઉમેરો.
હવે તેને ૪ – ૫ મિનીટ સુઘી ધીમા તાપે થવા દો. ત્યારબાદ તેમાં ૩ ચમચી ખજૂર અને આંબલીની ચટણી, અને ચાટ મસાલો ઉમેરો. ફરી ૧ – ૨ મિનીટ માટે થવા દો.
તેને એક પ્લેટમાં નીકાળી સારી રીતે સ્પ્રેડ કરો અને ઠંડું થવા દો.
ત્યારબાદ તેનાં પર તાજું નારિયેળનું છીણ, દાડમના દાણા અને કોથમીરથી સજાવો. ઉપરથી મસાલા શીંગ મૂકો.
હવે દાબેલી માટે દાબેલી મસાલો તૈયાર છે તેને બાજુ પર મૂકો.
૩. મસાલા શીંગ બનાવો :
એક પેનમાં ૨ ચમચી તેલ લો. તેમાં ૧૦૦ ગ્રામ કાચી શીંગ ઉમેરો અને સાથે તેમાં ૨ ચમચી તૈયાર દાબેલી મસાલો ઉમેરી ૨ – ૩ મિનીટ માટે શેકી લો. મસાલા શીંગ તૈયાર છે.
૪. આંબલીની ચટણી બનાવવા માટે એક કડાઈમાં આંબલીનો પલ્પ, શેકેલા જીરૂનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લાલ મરચાંનો પાવડર અને પાણી ઉમેરી જ્યાં સુધી આ મિશ્રણ ઘટ્ટના થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તેને વાટકીમાં નીકાળી લો.
૫. હવે તૈયાર રોટલીને ચાકુની મદદથી વચ્ચે કાપો પાડી કોન શેપ આપો.
૬. તેમાં તૈયાર કરેલ દાબેલીનો ૨ – ૩ ચમચી મસાલો એડ કરો સાથેજ થોડી ખજૂર અને આંબલીની ચટણી અને મસાલા સીંગ મૂકો.
૭. દાબેલી પરાઠા કોનને શેકવા માટે ગરમ તવા પર થોડું તેલ લગાવો અને તેનાં પર પરાઠાને રાખી બન્ને બાજુ સારી રીતે શેકી લો.
૮. તૈયાર પરાઠા પર નાયલોન સેવ લગાવો અને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

ટિપ્સ :
૧. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેનો ઉપયોગ ના કરો.
૨. બટાકાના સ્ટફિંગમાં વધુ પાણી ન ઉમેરો, નહિતર સ્ટફિંગ બરાબર નહિં બને.
૩. તમે તમારા સ્વાદ મુજબ તીખી કે મીઠી ચટણીનો ઉપયોગ કરો.
Other Recipe Video Link :
How to make Instant Raw Mango Achar | Gujarati Achar Masala Recipe | આચારનો મસાલો બનાવવાની રીત
Raw Mango Masala Keri | How to make Raw Mango Mukhwas | કાચી કેરીનો મુખવાસ । કાચી કેરીના આંબોડિયા