Cheese Bhungla Batata Recipe | Bhungda bataka | lasaniya batata | ચીઝ ભૂંગળા બટાકા

0
66
Cheese Bhungla Batata
Cheese Bhungla Batata

Cheese Bhungla batata recipe, Read more…

ભૂંગળા બટાટા એ ગુજરાતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ભૂંગળા બટાટા ને લસણના સ્વાદવાળા નાના કદના બટાકા સાથે પીળા ભૂંગળા અથવા ફ્રાયમસ સાથે ખાવામાં આવે છે. મેં અહિયાં આ રેસિપીમાં ખાસ લસણની ચટણી બનાવી છે જે બટાકાને થોડા મસાલેદાર અને તીખો સ્વાદ આપે છે. તો તમે પણ એકવાર રેગ્યુલર મસાલા સાથે સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ભૂંગળા બટાકા જરૂર ટ્રાય કરો.

ચીઝ ભૂંગળા બટાટા બનાવવાની રીત :

સૌપ્રથમ ભૂંગળા બટાટા બનાવવા માટે નાના બટાકા પસંદ કરો પણ જો તમારી પાસે નાના બટાટા ના હોય તો મોટા બટાકા ને બેબી બટાકામાં કાપી તેનો ઉપયોગ કરો.

મેં અહિયાં લસણની ચટણી બનાવવા માટે લસણ અને સુકા કાશ્મીરી લાલ મરચાને પલાળીને તેની ચટણી બનાવી છે, જે બટાટાને વધુ ટેસ્ટી બનાવે છે અને સારો રંગ પણ આપે છે. જો તમારી પાસે સુકા લાલ મરચા ના હોય તો તમે તેની જગ્યાએ કાશ્મીરી લાલ મરચાના પાવડરનો પણ ઉપયો પણ કરી શકો છો.

પીળા ભૂંગળા સાથે મસાલેદાર બટાટા ખુબજ સરસ લાગે છે, મેં અહિયાં તેને વઘુ સ્વાદિષ્ટ બનાવવા માટે બટાટા ઉપર થોડું ચીઝ પણ ભભરાવ્યું છે જે તેને વધુ ટેસ્ટી બનાવે છે.

Recipe Video :

Cheese Bhungla Batata Recipe | Bhungda bataka | lasaniya batata | ચીઝ ભૂંગળા બટાકા

તૈયારી કરવાનો સમય૫ મિનીટ
બનાવવાનો સમય૧૦ મિનીટ
કુલ સમય૧૫ મિનીટ
વ્યંજનનાસ્તો, સ્ટ્રીટ ફૂડ
ભોજનભારતીય
સર્વિંગ૬ વ્યક્તિ

સામગ્રી :

ભૂંગળા બટાટા માટે :

  • ૫૦૦ ગ્રામ નાના કદના બાફેલા બટાટા (બેબી પોટેટો)
  • ૩ ચમચી તેલ
  • ૨ ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • લસણની પેસ્ટ માટે :
  • ૧૦ – ૧૨ મોટી સાઈઝની લસણની કળી
  • ૮ – ૧૦ નંગ કાશ્મીરી લાલ મરચા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ કપ પાણી
  • ૪ ચમચી તેલ
  • ચપટી હિંગ
  • ૧/૪ ચમચી હળદર પાવડર
  • ૧ ચમચી લાલ મરચાનો પાવડર
  • ૧ ચમચી ધાણા જીરું પાવડર
  • ૧/૪ ચમચી ગરમ મસાલા પાવડર

સજાવટ માટે :

  • મસાલેદાર લસણીયા બટાટા
  • લીંબુ શરબત
  • સમારેલી ડુંગળી
  • પીળા ભૂંગળા
  • ૩ મોટી ચમચી ગ્રેટેડ ચીઝ

વિગતવાર ચીઝ ભૂંગળા બટાટા બનાવવાની રીત :

૧. એક મિક્સિંગ બાઉલમાં કાશ્મીરી લાલ મરચું, તેલ અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો.

૨. હવે તેમાં બાફેલા અને છોલેલા નાના કદના બટાટા ઉમેરો અને મસાલા સાથે સારી રીતે કોટ કરો.

૩. હવે એક મિક્સર જારમાં લસણની કળી, પલાળેલું કાશ્મીરી લાલ મરચું, મીઠું અને પાણી ઉમેરો અને તેની સ્મુધ પેસ્ટ તૈયાર કરો.

૪. હવે એક પેનમાં તેલ અને હિંગ ઉમેરો. હવે તેમાં ક્રશ કરેલ પેસ્ટ ઉમેરો અને તેની બાજુમાંથી તેલ અલગ ના થાય ત્યાં સુધી સાંતળી લો.

૫. હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો.

૬. હવે બાફેલા બટાટામાં તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો. તેમાં લીંબુ નો રસ અને બારીક સમારેલ કોથમીર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરો.

૭. હવે મસાલેદાર લસણીયા બટાટા તૈયાર છે.

૮. પીળા ભૂંગળાને ઉંચી ફ્લેમ પર તળી લો.

૯. સર્વિંગ પ્લેટમાં બાફેલા બટાટા સાથે ઉપરથી લીંબુનો રસ, ડુંગળી નાખો અને તળેલા ભૂંગળા સાથે સર્વ કરો.

Cheese Bhungla Batata
Cheese Bhungla Batata

ટિપ્સ :

૧. કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઓછો મસાલેદાર હોય છે પણ તે બટાટાને સારો રંગ આપે છે.

૨. બાફેલા બટાટાને મસાલેદાર લસણની ચટણી સાથે કોટ કરવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

૩. આ બટાટાને લસણની ચટણી સારો ટેસ્ટ અને કાશ્મીરી લાલ મરચું તેને સારો રંગ આપે છે.

૪. ભૂંગળાને ઉંચી ફ્લેમ પર તળો.

૫. ભૂંગળા બટાટા મસાલેદાર હોય તો તે વધુ ટેસ્ટી લાગે છે.

Other Recipe Video Link :

Biscuit Bhakri | Gujarati Style Biscuit Bhakri | KathiyawadiBhakri Recipe | બિસ્કિટ ભાખરી

Chocolate Barfi Recipe | How to make chocolate Barfi | Diwali Festival Sweet Recipe | ચોકલેટ બરફી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here