Biscuit Bhakri, Read more…
ભાખરી એક બિસ્કીટ જેવી બ્રેડ છે જેમાં ઘી અને જીરાનો સ્વાદ હોય છે. કાઠીયાવાડી ભાખરી ગુજરાત અને મહારાષ્ટ્ર માં લોકપ્રિય વ્યંજન છે. ભાખરી બે પ્રકારની હોય છે. એક ગુજરાતી સ્ટાઇલ બિસ્કીટ ભાખરી અને બીજી ઘી સાથે ફુલાવી ને બનાવેલી ઘઉંનાં લોટની ભાખરી.
બિસ્કિટ ભાખરી બનાવવાની રીત :
ભાખરીનો લોટ બનાવવા માટે કઠણ લોટ બાંધવો પડે છે, જેના માટે લોટમાં ઘીરે ઘીરે પાણી ઉમેરવામાં આવે છે. જો લોટ નરમ હોય તો ભાખરી બિસ્કીટ જેવી ક્રિસ્પી બનતી નથી.
મેં અહિયાં પાણી નો ઉપયોગ કરીને લોટ બનાવ્યો છે, પણ મારા દાદી પાણી ના બદલે દુઘનો ઉપયોગ કરતાં હતા.
હવે લોટમાંથી એક ભાગ લઇ તેને પાટલી પર વણી લો. એકસમાન ભાખરી બનાવવા માટે ગ્લાસ અથવા વાટકી વડે આકાર આપી કટ કરો. જેવું મેં બતાવ્યું છે.
ત્યારબાદ તેને તવી પર મૂકી બન્ને બાજુથી રૂમાલ વડે દબાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે થોડું ઘી અથવા તેલ લગાવી ફરી શેકી લો.
બિસ્કીટ ભાખરી બનીને તૈયાર છે. ગરમાગરમ ભાખરીને રીંગણના ઓરો અથવા ભરેલાં રવૈયા સાથે સર્વ કરો.
Recipe Video :
Biscuit Bhakri | Gujarati Style Biscuit Bhakri | KathiyawadiBhakri Recipe | બિસ્કિટ ભાખરી
તૈયારી કરવાનો સમય | ૫ મિનીટ |
બનાવવાનો સમય | ૪૦ મિનીટ |
કુલ સમય | ૪૫ મિનીટ |
વ્યંજન | ગુજરાતી |
ભોજન | ભારતીય |
સર્વિંગ | ૪ વ્યક્તિ |
સામગ્રી :
- ૧/૨ કપ ઘઉંનો લોટ
- ૧/૨ કપ ઘઉંનો જાડો લોટ (ભાખરીનો લોટ)
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
- ૨ ચમચી તેલ (મોણ માટે)
- ૧ ચમચી ઘી
- તેલ અથવા ઘી ભાખરી શેકવા માટે
વિગતવાર ભાખરી બનાવવાની રીત :
૧. સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને ઘઉંનો જાડો લોટ લો.
૨. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, તેલ અને ઘી ઉમેરો.
૩. હાથ વડે બરાબર મિક્સ કરો.
૪. થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો.
૫. હવે તેનાં એકસરખા ૧૦ ભાગ કરો.
૬. પાટલી પર વણી લો અને ગ્લાસ અથવા વાટકી વડે એકસમાન ભાખરી બનાવો.
૭. ભાખરીને તવી પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુઘી બન્ને બાજુથી કપડાં વડે પ્રેસ કરી શેકી લો.
૮. થોડું તેલ અથવા ઘી લગાવી ફરી શેકી લો.
૯. તૈયાર ભાખરીને ગરમાગરમ ભરેલાં રવૈયા અથવા ઓરો સાથે સર્વ કરો.

ટિપ્સ :
૧. ભાખરી બનાવવા માટે ઘઉંનો લોટ અને ઘઉંનો જાડો લોટ લો.
૨. થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો.
૩. ભાખરીને તવી પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુઘી બન્ને બાજુથી કપડાં વડે પ્રેસ કરી શેકી લો.
Other Recipe Video Link :
Cheese Bhungla Batata Recipe | Bhungda bataka | lasaniya batata | ચીઝ ભૂંગળા બટાકા