Bharela ravaiya nu shaak banavani rit, ભરેલા રવૈયા એ નાના કદના રીંગણ (બેંગન/રીંગણ) વડે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ સૂકી સબજી છે. તેમાં શેકેલા ચણાના લોટ સાથે મગફળી, તલ, સૂકા નારિયેળનું છીણ અને નિયમિત મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ટેસ્ટી મસાલો છે. આ મસાલાને રીંગણમાં ભરીને રાંધવામાં આવે છે. આ વાનગી સંતુલિત છે જેમાં તીખાશ, મીઠાશ અને મધ્યમસ્તરની મસાલેદાર છે. ભરેલા રીંગણ એ ટિફિન માટે અદ્ભુત વિકલ્પ છે અને તેને સામાન્ય રીતે રોટલી અથવા ચપાતી સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે. તો એક્વાર આ રેસીપી જરૂર ટ્રાય કરો.
ભરેલા રવૈયાનું શાક બનાવવાની રીત | Bharela ravaiya nu shaak banavani rit | Bharela baingan sabji recipe in gujarati
ભરેલા રવૈયાનું શાક બનાવવાની રીત : સૌપ્રથમ, આ રેસીપી માટે રીંગણની પસંદગી મુખ્ય છે, તો તેના માટે રીંગણ નાના કદના અને કૂણા પસંદ કરો. મેં અહિંયા થોડો મીઠો અને ચટપટો મસાલો તૈયાર કર્યો છે. મેં કાપા પાડેલ રીંગણની અંદર મસાલો ભર્યો છે, પણ જો તમારી પાસે સમય ન હોય તો, તમે રીંગણને ફ્રાય કરી તેનો સ્વાદ વિકસાવવા ઉપરથી મસાલો છાંટી શકો છો. આ ભરેલા રીંગણ બીજા દિવસે પણ ખૂબજ ટેસ્ટી લાગે છે કારણકે, તે મસાલાને સારી રીતે શોષી લે છે.
ભરેલા રવૈયાનું શાક બનાવવાની રીત :
ભરેલા રવૈયાનું શાક બનાવવાની રીત | Bharela ravaiya nu shaak banavani rit | Bharela baingan sabji recipe in gujarati
DipaliAmin
ભરેલા રવૈયા એ નાના કદના રીંગણ (બેંગન/રીંગણ) વડે બનાવવામાંઆવતી સ્વાદિષ્ટ સૂકી સબજી છે. તેમાં શેકેલા ચણાના લોટ સાથે મગફળી, તલ, સૂકા નારિયેળનું છીણ અને નિયમિત મસાલાસાથે તૈયાર કરવામાં આવતો ટેસ્ટી મસાલો છે.
ભરેલા રવૈયાનું શાક બનાવવાની રીત :૧. રીંગણને ધોઈને ઉપરના ભાગમાં ક્રોસ કટ કરો અને પછી રીંગણને પાણીમાં રાખો, જેથી તે કાળા ન પડે.૨. એક પેનમાં ૧ ચમચી તેલ અને ૧/૨ કપ ચણાનો લોટ ઉમેરો.૩. તેને ધીમી આંચ પર શેકી લો જયાં સુધી તેનો રંગ ન બદલાઈ અને તેમાંથી સુંગધ ન આવે. તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરો.૪. એક મિક્સિંગ બાઉલમાં શેકેલું બેસન, વાટેલી મગફળી, સફેદ તલ, સૂકું નારિયેળ, લીલાં મરચાં, આદુ અને લસણની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર પાવડર, સ્વાદમુજબ મીઠું, ૧ ચમચી ધાણા જીરૂ પાવડર,૧ ચમચી લાલ મરચાનો પાવડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ખાંડનો પાવડર, ૧ ચમચી લીંબુનો રસ, ૧/૪ કપ કોથમીરના પાન અને ૩ ચમચી તેલ ઉમેરી બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરો.૫. હવે કાપીને રાખેલ રીંગણમાં મસાલો ભરો અને થોડો મસાલો બાકી રાખો.૬. એક પેનમાં ૫ મોટી ચમચી તેલ ઉમેરો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ અને હિંગ ઉમેરો. તેને સાંતળો.૭. ત્યાર બાદ તેમાં હળદર નાંખી તેને બરાબર મિક્ષ કરો.૮. ભરેલા રીંગણને વધારમાં ઉમેરો, ગેસની ફલેમ ધીમી રાખો અને કડાઈ પર થાળી મૂકો અને તેમાં થોડું પાણી ઉમેરો.૯. ૫ મિનિટ માટે રીંગણને કૂક કરો, જયાં સુધી તે ૪૦% કૂક ન થાય.૧૦. થોડીવાર પછી થાળીને હટાવો અને પેનને હલાવો, ફરીથી ઢાંકીને ૫ મિનિટ માટે પકાવો, જ્યાં સુધી તે ૭૦ – ૮૦% કૂક ન થાય.૧૧. રાંધેલા રીંગણ પર બાકી રહેલો મસાલો છાંટો, તેને હલાવશો નહીં, સાથેજ તેમાં ગરમ પાણી ઉમેરો અને થાળી વડે ઢાંકીને ધીમી આંચ પર ૩ – ૪ મિનિટ માટે કૂક કરો. જેથી મસાલો રીંગણ સાથે ચોંટી જાય.૧૨. છેલ્લે, મસાલાને રીંગણ સાથે મિક્સ કરો અને ઉપરથી થોડી કોથમીર ભભરાવો.૧૩. તૈયાર થયેલા ડ્રાય રીંગણને રોટલી અથવા ચપાતી સાથે સર્વ કરો.ટિપ્સ :૧. ભરેલા રીંગણનું શાક બનાવવા માટે નાના કદના અને કૂણા રીંગણ પસંદ કરો.૨. રીંગણ પર ક્રોસ કાપા પાડી તેને પાણીમાં રાખો જેથી તે કાળા ન પડે.૩. ચણાના લોટને ધીમી આંચ પર શેકો જ્યાં સુધી તેનો કલર ન બદલાઈ અને તેમાંથી સુંગધ ન આવે.૪. કડાઈમાં રાંધવા માટે ઉપર થાળીમાં પાણી ઉમેરો જેથી તેમાં વરાળ બને, જેના વડે શાક તૈયાર થાય.૫. ભરેલા રીંગણ બીજા દિવસે ખુબજ ટેસ્ટી લાગે છે, કેમકે તે મસાલાને સારી રીતે શોષી લે છે.
Keyword Bharela baigan sabji recipe in gujarati, Bharela ravaiya nu shaak banavani rit, ભરેલા રવૈયાનું શાક બનાવવાની રીત