Batata vada banavani rit recipe in gujarati, ગુજરાતી બટેટા વડા એ એક ગુજરાતી ફરસાણ છે. આ બટાટા વડા બનાવવા માટે સ્ટફિંગને ચણાના લોટના બેટરમાં લપેટીને ફ્રાય કરવામાં આવે છે. ગરમા ગરમ ભજીયા વડાને ખાવાની મજા કંઈક અલગ જ છે. આ બટાટા વડાને ચા સાથે ખાવાની મજા આવે છે. આ વાનગીનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે, તો ચાલો બનાવીએ ગુજરાતી બટાટા વડા બનાવવાની રીત, Batata vada banavani rit recipe in gujarati, Batata vada recipe in gujarati.
ગુજરાતી બટાટા વડા બનાવવાની રીત । Batata vada banavani rit recipe in gujarati | Batata vada recipe in gujarati
ગુજરાતી બટાટા વડા બનાવવાની રીત : ગુજરાતી બટાટા વડા બનાવવા માટે બટેટાને બાફી લો અને પછી તેમાં મસાલા ઉમેરી ચટપટું સ્ટફિંગ તૈયાર કરો. સ્ટફિંગ માંથી એક સરખી સાઈઝના બોલ્સ બનાવો. ચણાના લોટનું બેટર બનાવવા માટે ચણાનો લોટ, મીઠું, હળદર પાવડર, હિંગ અને બેકિંગ સોડા ઉમેરી મીડિયમ થીક બેટર બનાવો. તૈયાર કરેલ સ્ટફિંગ બોલ્સને બેટરમાં ઉમેરી સારી રીતે કોટ કરો અને પછી મીડિયમ ગેસની ફલેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. ગરમા ગરમ વડાને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.
ગુજરાતી બટાટા વડા બનાવવાની રીત :
ગુજરાતી બટાટા વડા બનાવવાની રીત । Batata vada banavani rit recipe in gujarati | Batata vada recipe in gujarati
DipaliAmin
ગુજરાતી બટેટા વડા એ એક ગુજરાતી ફરસાણ છે. આ બટાટા વડાબનાવવા માટે સ્ટફિંગને ચણાના લોટના બેટરમાં લપેટીને ફ્રાય કરવામાં આવે છે.
ગુજરાતી બટાટા વડા બનાવવાની રીત :૧. સૌપ્રથમ બટેટાને કુકરમાં બાફી લો અને પછી ઠંડા કરો, અને તેની છાલ નીકાળી લો.૨. એક મિક્સિંગ બાઉલમાં બાફેલા બટેટા ઉમેરી તેને મેસરની મદદથી મેસ કરો. હવે તેમાં ૧ મોટી ચમચી ક્રશ કરેલા ધાણાનો પાવડર, ૧ ચમચી લીલી વરિયાળીનો પાવડર, ૧ મોટી ચમચી દળેલી ખાંડનો પાવડર, ૧ લીંબુનો રસ, ૨ નંગ લીલા મરચાની પેસ્ટ, ૧ ચમચી આદુની પેસ્ટ, સ્વાદમુજબ મીઠું, ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર અને ૧/૪ કપ બારીક સમારેલ કોથમીરના પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી ટેસ્ટી સ્ટફિંગ તૈયાર કરો.૩. હવે હાથને થોડા તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલ સ્ટફિંગ માંથી મીડિયમ સાઈઝના બોલ્સ બનાવો.૪. હવે બીજા એક બાઉલમાં ચણાના લોટના બેટર માટે : ૧ કપ ચણાનો લોટ, ૨ મોટી ચમચી ચોખાનો લોટ, સ્વાદમુજબ મીઠું, ૧/૪ ચમચી હળદર પાવડર, ચપટી હિંગ, ચપટી ખાવાનો સોડા, ૧ કપ પાણી (અથવા જરૂર મુજબ) અને ૧ મોટી ચમચી ગરમ તેલ ઉમેરી થોડું થીક બેટર તૈયાર કરો.૫. તૈયાર કરેલા બોલ્સને બેટરમાં ઉમેરી સારી રીતે બેટરથી કોટ કરો અને પછી તેને ફ્રાય કરવા માટે લો.૬. વડાને ફ્રાય કરવા માટે પેનમાં તેલ ઉમેરી ગરમ કરો અને પછી ગરમ તેલમાં વડાને ઉમેરી ૪ – ૫ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર બંને બાજેથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.૭. ફ્રાય કરેલ વડાને ટિસ્યુ પેપર પર લો જેથી તેમાં રહેલ વધારાનું તેલ નીકળી જાય. આજ રીતે બધાજ વડાને ફ્રાય કરી લો.૮. તૈયાર કરેલ ગરમા ગરમ વડાને કોથમીર ફુદીના ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.ટિપ્સ :૧. બટેટાને પહેલા બાફી અને રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરો જેથી વડા બનાવતી વખતે બટેટા ચીકણા ન રહે.૨. વડાને ક્રિસ્પી બનાવવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરો.૩. વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરો.
Keyword Batata vada banavani rit recipe in gujarati, Batata vada recipe in gujarati, ગુજરાતી બટાટા વડા બનાવવાની રીત