How to make Kaju Draksh Ice Cream, કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ એ ગુજરાતમાં કાજુ અને દ્રાક્ષ વડે બનાવવામાં આવતી લોકપ્રિય આઈસ્ક્રીમ છે. આ આઈસ્ક્રીમ બનાવવા માટે થોડીજ સામગ્રીની જરૂર પડે છે અને તેનો સ્વાદ બજારમાં અથવા રેસ્ટોરાં મળતા આઈસ્ક્રીમ જેવોજ હોય છે. આ આઈસ્ક્રીમ બાળકોથી લઈને પુખ્તવયના તમામ લોકોને ગમે છે. તો તમે પણ આજેજ આ રેસીપી અપનાવો અને ઉનાળામાં તાજગી આપે છે.
How to make Kaju Draksh Ice Cream | Kaju Draksh Ice Cream Recipe | કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત : મેં અહિયાં આઈસ્ક્રીમ બનાવવા માટે ફૂલફેટ દુધનો ઉપયોગ કર્યો છે પણ તમે તમારા ઘરમાં આવતા કોઇપણ દુધનો ઉપયોગ કરી શકો છો. આ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં વ્હીપ ક્રીમનો ઉપયોગ કર્યો છે પણ તમે અમુલ ક્રીમ અથવા ઘરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. આ આઈસ્ક્રીમ એટલી ટેસ્ટી બને છે કે જેવી બજારમાં મળે છે તેવીજ બનશે.
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત :
How to make Kaju Draksh Ice Cream | Kaju Draksh Ice Cream Recipe | કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
DipaliAmin
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ એ ગુજરાતમાં કાજુ અને દ્રાક્ષ વડે બનાવવામાં આવતી લોકપ્રિય આઈસ્ક્રીમ છે. આ આઈસ્ક્રીમ બનાવવા માટે થોડીજ સામગ્રીની જરૂર પડે છે અને તેનો સ્વાદ બજારમાં અથવા રેસ્ટોરાં મળતા આઈસ્ક્રીમ જેવોજ હોય છે.
Prep Time 7 hours hrs
Cook Time 29 minutes mins
Total Time 7 hours hrs 30 minutes mins
Course Dessert
Cuisine Indian
કાજુની પેસ્ટ માટે :
- ૧/૪ કપ કાજુના ટુકડા
- ૧/૪ કપ દૂધ
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ માટે :
- ૫૦૦ મિલી દૂધ
- કાજુની પેસ્ટ
- ૧/૨ કપ ખાંડ
- ૨ ચમચી મકાઈનો લોટ + ૧/૪ કપ દૂધ
- ૧ કપ ફૂલ ફેટ ક્રીમ (વ્હીપ્ડ ક્રીમ)
- ૧/૪ ચમચી વેનીલા એસેન્સ
- ૧/૪ કપ કાજુ
- ૧/૪ કપ સુકી દ્રાક્ષ
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત :
૧. સૌપ્રથમ મિક્સર જારમાં કાજુ અને દૂધ ઉમેરો. તેની પેસ્ટ બનાવી લો અને એકબાજુ રાખો.
૨. હવે એક કડાઈમાં ૫૦૦ મિલી દૂધ ઉમેરો અને મધ્યમ આંચ પર ગરમ કરો.
૩. કાજુની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરો.
૪. હવે ૧/૨ કપ ખાંડ ઉમેરો અને સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો.
૫. હવે બીજા બાઉલમાં ૨ મોટી ચમચી કોર્ન ફ્લોર ઉમેરો સાથે તેમાં ૧/૪ કપ દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
૬. હવે કોર્ન ફલોરનું મિશ્રણ ઉમેરો અને જ્યાં સુધી તે સહેજ જાડું ન થાય ત્યાં સુધી કુક કરો.
૭. ગેસની ફ્લેમ બંધ કરો અને મિશ્રણને સારી રીતે ઠંડુ કરો.
૮. હવે એક બાઉલમાં ૧ કપ વ્હીપ્ડ ક્રીમ ઉમેરો. ક્રીમને સારી રીતે ફેંટી લો.
૯. આઈસ્ક્રીમનું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિશ્રણને ક્રીમમાં ઉમેરો સાથે ૧/૪ ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરો.
૧૦. વ્હીસ્કરની મદદથી બધું મિક્સ કરો.
૧૧. હવા ચુસ્ત પાત્રમાં ભરી અને ઓછામાં ઓછું ૨ – ૩ કલાક માટે ફ્રીજમાં મૂકો.
૧૨. દરમિયાન, ૧/૪ કપ કાજુ અને ૧/૪ કપ સુકી દ્રાક્ષને ગરમ પાણીમાં પલાળી રાખો. જયારે તે બરાબર પલળી જાય ત્યારે પાણીમાંથી બહાર નીકાળી નાના ટુકડા કરો.
૧૩. ૨ – ૩ કલાક બાદ આઈસ્ક્રીમને ફરીથી હલાવો અને તેમાં કાજુ અને દ્રાક્ષના ટુકડા ઉમેરો. સારી રીતે મિક્સ કરો.
૧૪. આઈસ્ક્રીમના મિશ્રણને હવાચુસ્ત પાત્રમાં ભરો અને ફરીથી ઉપરથી કાજુ અને દ્રાક્ષના ટુકડા ભભરાવો.
૧૫. ૭ – ૮ કલાક માટે અથવા આખી રાત માટે તેને ફ્રીજમાં મૂકો જેથી તે સારી રીતે સેટ થઇ જાય.
૧૬. કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ને સ્કૂપની મદદથી નીકાળો અને સેર્વ કરો. એકદમ ટેસ્ટી અને ક્રીમી આઈસ્ક્રીમ તૈયાર છે.
ટિપ્સ :
૧. કાજુ અને દુધની પેસ્ટ આઈસ્ક્રીમને સરસ સ્વાદ આપે છે.
૨. કોર્નફલોરનું મિશ્રણ ઉમેર્યા બાદ દુધને સતત હલાવતા રહો જેથી તે તળીયે ચોંટી ન જાય.
Keyword How to make Kaju Draksh Ice Cream, Kaju Draksh Ice Cream Recipe, કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
Other Recipe Video Link :
Kacchi Dabeli Recipe in Gujarati | કચ્છી દાબેલી બનાવવાની રીત
ક્રિસ્પી મગની દાળના વડા બનાવવાની રીત । Crispy Moong Dal Vada banavani rit