How to make Instant Raw Mango Achar | Gujarati Achar Masala Recipe | આચારનો મસાલો બનાવવાની રીત

0
2
How to make Instant Raw Mango Achar
Gujarati Achar Masala

How to make Instant Raw Mango Achar, Read more!!! દરેક ગુજરાતી ઘરમાં અલગ અલગ રીતે અથાણાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતી અથાણાં ખાટાં અને મીઠાં અને થોડા મસાલેદાર હોય છે. અહિયાં હું ઇન્સ્ટન્ટ કેરીનાં અથાણાં સાથે બજારમાં મળતાં અથાણાની રેસીપી શેર કરીશ. આ મસાલો પરફેક્ટ માપ સાથે બજારમાં મળે તેવોજ બનશે જેને તમે એરટાઈટ બરણીમાં ભરી એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો અને તમારે જયારે અથાણું બનાવવું હોય ત્યારે ફક્ત ૧ – ૨ મિનીટમાજ અથાણું બનાવી શકો છો. આ મસાલો ખુબજ ઝડપથી બની જાય છે અને હું માનું છુ કે આ મસાલો બનાવ્યા બાદ તમે ક્યારેય પણ મસાલો બહારથી નહિ લાવો.

How to make Instant Raw Mango Achar | Gujarati Achar Masala Recipe | આચારનો મસાલો બનાવવાની રીત

ઘરે અથાણાંનો મસાલો બનાવવાની રીત : સૌપ્રથમ ઘરે અચારનો મસાલો બનાવવા માટે મેં અહિયાં રીના કુરિયા, મેથીના કુરિયા સાથેજ લીલી વરીયાળી લીધી છે. આ મસાલાને મિક્સર જારમાં એડ કરી અધકચરા ક્રશ કરી લો. મસાલામાં નિયમિત મસાલા ઉમેરી એરટાઈટ બરણીમાં ભરો. મસાલાને મહિનાઓ સુધી સ્ટોર કરવા માટે તેમાં ગરમ તેલ ઉમેરો. આ મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે સુકી જગ્યાએ સ્ટોર કરો. કેરીનાં મસાલાનો ઉપયોગ કરતી વખતે કોરી ચમચીનો ઉપયોગ કરો.

આચારનો મસાલો બનાવવાની રીત :

How to make Instant Raw Mango Achar

How to make Instant Raw Mango Achar | Gujarati Achar Masala Recipe | આચારનો મસાલો બનાવવાની રીત

DipaliAmin
દરેક ગુજરાતી ઘરમાં અલગ અલગ રીતે અથાણાં તૈયારકરવામાં આવે છે. ગુજરાતી અથાણાં ખાટાં અને મીઠાં અને થોડા મસાલેદાર હોય છે.
Prep Time 5 minutes
Cook Time 15 minutes
Total Time 20 minutes
Course Pickle
Cuisine Indian
Servings 1 Bottel

Ingredients
  

  • ૧/૨ કપ રાઈના કુરિયા (સરસવના દાણા)
  • ૧/૪ કપ મેથીના કુરિયા
  • ૧/૮ કપ લીલી વરીયાળી
  • ચમચી હિંગ
  • ૧/૨ ચમચી હળદર પાવડર
  • ચમચી મીઠું
  • ૧/૪ કપ કાશ્મીરી લાલ મરચું
  • ચમચી તેલ

Video

Notes

અથાણાંનો મસાલો અને ફટાફટ કાચી કેરીનું અથાણું બનાવવાની રીત :
૧. સૌપ્રથમ મિક્સર જારમાં રાઈના કુરિયા નો અધકચરો પાવડર બનાવી લો.
૨. સાથેજ મેથીના કુરિયા અને લીલી વરીયાળીનો પણ અધકચરો પાવડર બનાવી લો.
૩. આ બધીજ વસ્તુને એક મોટી પ્લેટમાં એડ કરો.
૪. હવે તેમાં હિંગ, હળદર પાવડર અને ૨ ચમચી ગરમ તેલ કરી ઠંડુ કરો.
૫. પ્લેટમાં સહેજ ગરમ તેલ ઉમેરી પ્લેટને થોડીવાર માટે ઢાંકી દો.
૬. બઘીજ વસ્તુને સારી રીતે મિક્સ કરો. મસાલાનાં મિશ્રણને સારી રીતે ઠંડુ કરો.
૭. એક પેનમાં મીઠાને ડ્રાય રોસ્ટ કરો અને પછી મસાલામાં મીઠું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો. મિક્સ કરો, અચારનો મસાલો તૈયાર છે.
૮. કેરીનું ખાટું અથાણું બનાવવા માટે એક બાઉલમાં ૧ કપ કાચી કેરીનાં ટુકડા, ૩ મોટી ચમચી ગરમ તેલ અને ૩ મોટી ચમચી તૈયાર કરેલ અચાર મસાલો ઉમેરો.સારી રીતે મિક્સ કરો.
૯. ઝટપટ કેરીનું ખાટું અથાણું તૈયાર છે. જેને એરટાઈટ પાત્રમાં સ્ટોર કરો.
ટિપ્સ :
૧. રાઈના કુરિયા કે મેથીના કુરીયાને પાવડરમાં પીસી ન લો.
૨.તેલમાંથી ધુમાડા ન નીકળે ત્યાં સુધી ગરમ કરો.
૩. ગરમ તેલને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરો.
૪. મિશ્રણ સારી રીતે ઠંડુ થાય ત્યારેજ તેમાં લાલ મરચું પાવડર ઉમેરો.
૫. કેરીનાં ટુકડા નાના કરો જેથી તે મસલો ઝડપથી શોષી લે.
Keyword Gujarati Achar Masala Recipe, How to make Instant Raw Mango Acha, આચારનો મસાલો બનાવવાની રીત

Other Recipe Video Link :

Kacchi Dabeli Recipe | Kacchi Dabeli Recipe in Gujarati | કચ્છી દાબેલી બનાવવાની રીત | Dabeli Recipe

Dabeli Paratha Cone | How to make Dabeli Paratha Cone | દાબેલી પરાઠા કોન

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here