Chocolate Barfi Recipe | ચોકલેટ બરફી | How to make chocolate Barfi

0
52
Chocolate Barfi
Chocolate Barfi

Chocolate Barfi Recipe, Read More !!!

બરફી એ ભારતીય ઉપખંડની દૂધ આધારિત ઘટ્ટ મીઠાઈ છે. બરફી શબ્દનું નામ હિન્દુસ્તાની શબ્દ બાર્ફ પરથી આવ્યું છે. ઘણાબધા પ્રકારની બરફી મળે છે, જેમકે, બેસન બરફી, કાજુ બરફી, પીસ્તા બરફી અને સિંગ ની બરફી. દૂધ અને ખાંડ બરફીના મુખ્ય ધટકો છે.

બરફીમાં ઘણીવાર બદામ સાથે ગુલાબજળ, કેરી, નારિયેળ, એલચી વગેરે ઉમેરી બનાવવામાં આવે છે. બરફી અલગ અલગ રંગો અને ટેક્સચરમાં આવે છે. બરફીને કેટલીકવાર ચાંદીના વરખથી કોટેડ કરવામાં આવે છે.

બરફી ભારતીય ઉપખંડમાં વર્ષભર પીરસવામાં આવે છે. તે ખાસ કરીને દિવાળી, ઈદ જેવા તહેવાર અને લગ્નોમાં ખાવામાં આવે છે.

ચોકલેટ બરફી ઓલટાઈમ ફેવરીટ બે લેયરની બરફી છે. જેમાં નીચેનું લેયર માવા અને ઉપરનું લેયર કોકો પાવડરનું એટલે કે ચોકલેટ ફ્લેવરનું હોય છે.

ચોકલેટ બરફી બનાવવી સરળ છે. તેને બનાવવા માટે ઓછી સામગ્રી ની જરૂર છે, અને ફક્ત જ મીનીટમાં બની જાય છે. તે બની ગયા બાદ તેનાં ટુકડા કરતાં પેહલાં તેને થોડા કલાકો માટે સેટ થવા દેવી પડે છે.

આ બરફીનો સ્વાદ અને ટેક્સચર મીઠાઈની દુકાનમાં મળે તેવા છે. સ્વાદિષ્ટ, મુલાયમ અને મોંમા મુકતાજ પીગળી જાય તેવી આ ચોકલેટ બરફી બઘાને ગમે છે.

બનાવવાની રીત :

દુધનો પાવડર અને ખાંડ બરફીના મુખ્ય ધટકો છે. ચોકલેટ બરફી બનાવવા માટે તેને એક કડાઈમાં આ ધટકો સાથે મિશ્રણ ઘટ્ટના થાય ત્યાં રાંધવામાં આવે છે. પછી મિશ્રણને છીછરા પેનમાં નીકાળી ઠંડુ પાડવામાં આવે છે. મેં અહિયાં ચોકલેટ બરફી બનાવવા માટે ઉપરનું લેયર ચોકલેટ  બિસ્કીટ સાથે દૂધ ઉમેરીનેબનાવ્યું છે. તમે કોઇપણ ચોકલેટ બિસ્કીટનો ઉપયોગ કરી શકો છો.

અંતે ઉપરથી ચાંદીના વરખથી સજાવવામાં આવે છે. અને તેને ગોળ, ચોરસ આકારમાં કાપીને પીરસવામાં આવે છે.

Recipe Video :

Chocolate Barfi તૈયારી કરવાનો સમય

તૈયારી કરવાનો સમ૫ મિનીટ
બનાવવાનો સમય૧૦ મિનીટ
કુલ સમય૧૫ મિનીટ
વ્યંજનડેઝર્ટ, ભારતીય મીઠાઈ
સર્વિંગ૪ વ્યકિત

સામગ્રી :

  • ૨ ચમચી ઘી
  • ૨૦૦ ગ્રામ મિલ્ક પાવડર
  • ૧ કપ ૨૦૦ મિલી. દૂધ
  • ૬૦ ગ્રામ ખાંડનો પાવડર
  • ૧ ચમચી એલચી પાવડર
  • કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા
  • ચાંદીનો વરખ

બીજી સામગ્રી :

  • એલ્યુમીનીયમ ટ્રે
  • બટર પેપર

વિગતવાર ફોટો સાથે ચોકલેટ બરફી બનાવવાની રીત :

૧. સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચી ઘી લો.

૨. ઘી ગરમ થાય એટલે તેમાં ૨૦૦ મિલી દૂધ ઉમેરો.

૩. હવે તેમાં ખાંડનો પાવડર ઉમેરો.

૪. દૂધ અને ખાંડને સારી રીતે મિક્સ કરો.

૫. હવે તેમાં ધીરે ધીરે દુધનો પાવડર ઉમેરો અને દુધમાં સારી રીતે મિકસ કરો. સાથે તેમાં એલચી અને ડ્રાય ફ્રૂટ ઉમેરો.

૬. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ના બને ત્યાં સુધી ધીમા તાપે ચલાવતા રહો.

૭. જયારે મિશ્રણ કડાઈની સપાટી છોડી દે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરો. જો તમે મિશ્રણને વધુ શેકશો તો બરફી સખત બની જશે. એક એલ્યુમીનીયમ ટ્રે માં બટર પેપર મૂકી તૈયાર રાખો.

૮. હવે આ મિશ્રણને તૈયાર કરેલ એલ્યુમીનીયમ પ્લેટમાં નીકળી, તેને એકસમાન ફેલાવી દો.

૯. ચોકલેટ લેયર બનાવવા માટે મેં અહિયાં ૧૦ – ૧૨ નંગ ક્રીમ વાળા ચોકલેટ બિસ્કીટ લીધા છે.

૧૦. તેને એક મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી પાવડર બનાવો.

૧૧. આ બિસ્કીટ ના મિશ્રણને એક બાઉલમાં નીકળી તેને બાઈન્ડીંગ આપવા માટે ૨ – ૩ ચમચી દૂધ ઉમેરો.

૧૨. આ બિસ્કીટના ગોળાને એક પ્લાસ્ટિક ની શીટ પર થોડું ઘી લગાવી વેલણ મદદથી વણી લો.

૧૩. હવે આ વણેલાં બિસ્કીટ લેયરને સાવધાની પૂર્વક બરફીના લેયર પર મૂકો અને થોડું દબાવી ને સેટ કરો.

૧૪. આ ચોકલેટ બરફીને ઠંડુ થવા માટે ફ્રીજમાં ૩૦ મિનીટ માટે મૂકો.

૧૫. ૩૦ મિનીટ બાદ તેને પર ચાંદીનો વરખ લગાવો અને થોડા પીસ્તાના ટુકડા થી ગાર્નીશ કરો.

૧૬. હવે આ ચોકલેટ બરફીના ટુકડા કરી તેને સર્વ કરો.

Chocolate Barfi
Chocolate Barfi

ટિપ્સ :

૧. તમે આ મીઠાઈને ઓરડાના તાપમાને ૧ અઠવાડિયા સુધી અને ફ્રીજમાં ૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

૨. ચોકલેટ લેયર બનાવવા માટે તમે કોઇપણ ચોકલેટ બિસ્કીટનો ઉપયોગ કરી શકો છો.

Other Recipe Video Link :

Cheese Paneer Paratha | How to make Cheese Paneer Paratha | ચીઝ પનીર પરાઠા

Crispy Onion Pakoda | How to make Onion Pakoda | ડુંગળીના ભજીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here